જૂનાગઢમાં દામોદર કુંડ ખાતે સાધુ સંતોનું સંમેલન; 3 અખાડાના સંતોને 3 મુદ્દાઓ પર રજૂઆત
મહાશિવરાત્રીના મેળામાં વિધર્મીઓની રવેડીનો ઉપયોગ ન કરવામાં આવે તે બાબતની માંગ. ઉપરાંત શિવરાત્રીના મેળામાં વિઘર્મીને વેપાર માટે સ્ટોલ ફાળવવામાં ન આવે તે માંગ બાબતે પણ ચર્ચા કરાય. જ્યારે છેલ્લો અને ત્રીજો મુદ્દો હતો ભવનાથને વહેલામાં વહેલી તકે વેજજોન જાહેર કરવામાં આવે.
Trending Photos
અશોક બારોટ/જૂનાગઢ: જૂનાગઢના દામોદર કુંડ ખાતે સાધુ સંતોનું સંમેલન મળ્યું હતું. જેમાં અનેક જ્ઞાતિના આગેવાનો પણ હાજર રહ્યા હતા. સંમેલનનો મૂળ ઉદ્દેશ્ય હતો. મહાશિવરાત્રીના મેળામાં વિધર્મીઓની રવેડીનો ઉપયોગ ન કરવામાં આવે તે બાબતની માંગ. ઉપરાંત શિવરાત્રીના મેળામાં વિઘર્મીને વેપાર માટે સ્ટોલ ફાળવવામાં ન આવે તે માંગ બાબતે પણ ચર્ચા કરાય. જ્યારે છેલ્લો અને ત્રીજો મુદ્દો હતો ભવનાથને વહેલામાં વહેલી તકે વેજજોન જાહેર કરવામાં આવે.
આ સંમેલન દરમિયાન મહંત મહેશગીરીએ જણાવ્યું હતું કે અમે દરેક ધર્મનું સન્માન કરીએ છીએ. કોઈ વ્યક્તિ કે ધર્મનો વિરોધ નથી. પરંતુ સનાતન પ્રેમી હોવાના નાતે અમારી માંગ છે કે શિવરાત્રીના મેળામાં વીધર્મીઓની બગીનો ઉપયોગ ન કરાય. વધુમાં તેઓએ એ પણ જણાવ્યું હતું કે અમે કોઈને સામેથી છેડતા નથી અને એક વાર છેડીયા બાદ છોડતા પણ નથી. દામુ કુંડ ખાતે સંમેલન પૂર્ણ થયા બાદ રેલી રૂપે નીકળી ભવનાથ સ્થિત ત્રણેય અખાડાઓના મહંતોને આ મુદ્દાઓ પર રજુઆત કરાઈ હતી.
મહત્વનું છે કે તાજેતરમાં મહેશગીરી અને અન્ય સાધુ સંતો દ્વારા ગિરનાર છાયા મંડળની રચના કરવામાં આવી હતી. જેના નેજા હેઠળ આજનું સંમેલન આયોજન કરાયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે