ગુજરાત ‘AAP’ ના દિગ્ગજ નેતા સામે ગંભીર આરોપો, 'તું મારી સાથે સંબંધ રાખ...' કહીને બળાત્કાર ગુજાર્યો

પોલીસે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી આમ આદમી પાર્ટીના નેતાની ત્વરીત ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાસ્ટીંગ કાઉચનો મામલો સામે આવતા પંથકમાં ચકચાર પ્રસરી ગઈ છે.

ગુજરાત ‘AAP’ ના દિગ્ગજ નેતા સામે ગંભીર આરોપો, 'તું મારી સાથે સંબંધ રાખ...' કહીને બળાત્કાર ગુજાર્યો

કુશાલ જોશી/વેરાવળ: "તું મારી સાથે સંબંધ રાખ હું તારૂ નામ દુનિયામાં ફેમસ કરી દઈશ" આ શબ્દો વેરાવળ આમ આદમી પાર્ટીના નેતા એવા ફિલ્મ મેકીંગ કંપનીના માલિકે કહી મોડેલ બનવા માંગતી યુવતી પર બળજબરીથી દુષ્કર્મ આચાર્યુ હોવાના આક્ષેપ સાથે પીડિત યુવતીએ ફરીયાદ નોંધાવી છે. પોલીસે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી આમ આદમી પાર્ટીના નેતાની ત્વરીત ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાસ્ટીંગ કાઉચનો મામલો સામે આવતા પંથકમાં ચકચાર પ્રસરી ગઈ છે.

વેરાવળમાંથી સામે આવેલ કાસ્ટીંગ કાઉચના મામલાની પ્રાપ્ત વિગતો મુજબ પીડીત યુવતી મોડેલ બનવાની ઈચ્છા હોવાથી તે લાઈનમાં જવા તેની મહિલા મિત્રને વાત કરી હતી. જે અંગે તેણીએ તેની અન્ય એક મહિલા મિત્ર થકી ઓળખાણ થઈ ત્યારે તેણીએ વેરાવળમાં રહેતા એવા વિશ્વાસ ફિલ્મના માલિક ભગુભાઈ વાળાને ઓળખતી હોઈ તેની સાથે વાત કરીને પરીચય કરાવી દેશે તેવી વાત કરી હતી. 

No description available.

તે દરમ્યાન ગઈકાલે પીડીતા તેની બંન્ને મહિલા મિત્રો સાથે સોમનાથ દર્શન કરવા બસ મારફત આવી હતી. ત્યારે વિશ્વાસ ફિલ્મના ભગુભાઈને બસ સ્ટેન્ડે બોલાવી મોડલ બનવાની ઈચ્છા ધરાવતી પીડિતાની ઓળખાણ કરાવી ત્યારે ભગુભાઈએ જણાવ્યું કે, પીડીતાને ઓફીસે લઈ જઈ મોડેલીંગની કામની વાત કરી લવ, તમો બંન્ને સોમનાથ દર્શન કરી આવો. બાદમાં પીડીતાને બાઇકમાં બેસાડીને ભગુભાઈ લવકુશ એપાર્ટમેન્ટમાં આવેલ તેમના ફ્લેટ પર લઈ ગયા હતા. જ્યાં બે ફોટોગ્રાફર આવ્યા હતા, તેમની હાજરીમાં જ બે દિવસ બાદ કોઈ ફાર્મ હાઉસમાં પીડીતાનું મોડેલીંગ ફોટોશુટ કરવાનું નક્કી કર્યુ હતુ. બાદમાં બંન્ને ફોટોગ્રાફરો નીકળી જતા ફ્લેટમાં પીડીતા અને ભગુભાઈ એકલા બેઠા હતા. ત્યારે ભગુભાઈએ પીડીતાની બાજુમાં આવીને કહ્યું કે, "તું મારી સાથે સંબંધ રાખ, હું તારૂ નામ દુનિયામાં ફેમસ કરી દઈશ".

તે સમયે ગભરાયેલા પીડીતાએ તમે આવું ન કરવાનું કહી રડવા લાગી હતી. ત્યારે ભગુભાઈએ હું કહું તેમ જ કર નહીંતર તને બદનામ કરી નાખીશ તેમ કહીને બળજબરીથી પીડીતાની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચાર્યુ હતુ. બાદમાં આ વાત કોઈને કહેતી નહીં તેવી ધમકી પણ આપી હતી. બાદમાં પીડીતા બંન્ને મહિલા મિત્રો સાથે પરત જવા નીકળી ગઈ હતી. ત્યારે પીડિતાના ગભરાયેલા હાવભાવ અંગે બંન્ને મહિલા મિત્રોએ પૂછતાં પીડિતાએ તેની સાથે બનેલ દુષ્કર્મની ઘટના વર્ણવી હતી. બાદમાં ત્રણેય મહિલા મિત્રો ફરીયાદ કરવા અર્થે રાત્રિના જ વેરાવળ પોલીસ સ્ટેશન પહોંચી દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી.

આ મામલે dysp જી.બી.બાંભણીયાએ જણાવ્યું હતું કે, પીડિતાની કેફીયતના આધારે આરોપી વિશ્વાસ ફિલ્મસના માલિક ભગુ વાળા સામે આઈપીસી કલમ 376 મુજબ ગુનો નોંધી પીડિતાનું મેડીકલ ચેકઅપ કરાવ્યુ હતુ. આ ગુનાના આરોપી ભગુ વાળાની ત્વરીત ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તેનો કોવિડ ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં પુરાવા એકત્ર કરવા અંગે કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે, વેરાવળમાં સામે આવેલા કાસ્ટીંગ કાઉચના મામલાની આરોપી ભગુ વાળા ઘણા વર્ષોથી જિલ્લા કોંગ્રેસને નેતા તરીકે સક્રીય હતા અને તાજેતરમાં જ તેઓએ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ ઉપરાંત તેઓ કલાકારોને યોગ્ય સ્થાન મળી રહે તે માટે એક સંસ્થા પણ ચલાવતા હોવાની માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે. ત્યારે એક મોડેલે કેરીયર બનાવવાનું સ્વપ્ન સેવેલ યુવતી સાથે કરેલ દુષ્કર્મના કૃત્યથી પંથકમાં ચકચાર પ્રસરી ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news