ગુજરાત કોંગ્રેસના નેતાનું મોટું નિવેદન, 'કોંગ્રેસની 125 સીટો ન આવે તો મને ધિક્કાર જો'
રઘુ દેસાઇએ વધુમાં જણાવ્યું કે, બધા સરકારી સંગઠનો આંદોલનો પર ઉતર્યા છે, ત્યારે તેમને ભાજપને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, ભાજપ તારી છેલ્લી દિવાળી. ગુજરાતની પ્રજા પરિવર્તન માગી રહી છે.
Trending Photos
Gujarat Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હવે નેતાઓની નિવેદનબાજી શરૂ થઈ ચૂકી છે. ત્યારે વિધાનસભા ચૂંટણી ટાણે ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતાનું મોટું નિવેદન સામે આવ્યું છે. બનાસકાંઠાના થરાદમાં કોંગ્રેસની જાહેરસભા યોજાઈ હતી. જેમાં રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસની 125 સીટો ન આવે તો મને ધિક્કારજો. આ વખતે જનતા પરિવર્તન ઇચ્છે છે.
રઘુ દેસાઇએ વધુમાં જણાવ્યું કે, બધા સરકારી સંગઠનો આંદોલનો પર ઉતર્યા છે, ત્યારે તેમને ભાજપને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, ભાજપ તારી છેલ્લી દિવાળી. ગુજરાતની પ્રજા પરિવર્તન માગી રહી છે. તેમણે માલધારી આંદોલન અંગે પણ નિવેદન આપ્યું હતું. ગોપાલકનો છોકરો કે છે, 125થી ઓછી સીટ આવે તો મને ધિક્કાર કેજો. કોંગ્રેસના ધારાસભ્યનો કોંગ્રેસની સરકારનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.
ગુજરાતમાં કોંગ્રેસને 125 સીટ ન આવે તો મને ધિક્કારજો: રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈ#Gujarat #Congress #GujaratElections2022 pic.twitter.com/Ebd9W4VccL
— Zee 24 Kalak (@Zee24Kalak) September 24, 2022
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે