શું 2 વાગ્યા સુધી ગરબાની પરમિશન મળશે? ભાજપના પૂર્વ મંત્રીએ સરકારને કહ્યું; 2.30 વાગ્યા સુધી બધાને ગરબા રમવા દો!
વડોદરાના માંજલપુરના ભાજપ ધારાસભ્ય યોગેશ પટેલનું આજે એક નિવેદન ચારેબાજુ ચર્ચાનું વિષય બન્યું છે. યોગેશ પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ગરબાનો સમય વધારવા માટે રજૂઆત કરી છે.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે સરકારે મોડી રાતે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબા વગાડવા માટે મંજૂરી આપવામાં આવી છે. ગરબા આયોજકો 9 દિવસ સુધી રાતે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબા વગાડી શકશે. આ મામલે રાજ્ય ગૃહમંત્રીએ ટ્વીટ કરીને આ મામલે જાણકારી આપી છે. ત્યારે હર્ષ સંઘવી સમક્ષ ભાજપના જ ધારાસભ્ય યોગેશ પટેલે ગરબાનો સમય વધારવા માટે માંગ કરી છે. યોગેશ પટેલે ગરબા રાત્રીના 2.30 વાગ્યા સુધી ચલાવવા માટે માંગ કરી છે. એટલું જ નહીં, વિધર્મીઓને પ્રવેશ ન અપાય તેવી પણ માંગ કરવામાં આવી છે.
વડોદરાના માંજલપુરના ભાજપ ધારાસભ્ય યોગેશ પટેલનું આજે એક નિવેદન ચારેબાજુ ચર્ચાનું વિષય બન્યું છે. યોગેશ પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ગરબાનો સમય વધારવા માટે રજૂઆત કરી છે. ભાજપ ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, નવરાત્રિમાં રાત્રે 2.30 વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરી આપો. છેલ્લા 4 કે 5 દિવસોમાં રાત્રે 2.30 વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરી મળવી જોઈએ. ગરબા આયોજકોએ યોગેશ પટેલને રજૂઆત કરતાં હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી.
નવરાત્રીમાં ગરબા રાત્રે 2.30 વાગ્યા સુધી ચાલુ રાખવા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલની માગ #Gujarat #Navratri #navratri2022 pic.twitter.com/2MY2k855bd
— Zee 24 Kalak (@Zee24Kalak) September 24, 2022
ગરબામાં વિધર્મીઓની એન્ટ્રીને લઈ પણ યોગેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, વડોદરામાં ગરબા આયોજકોએ વિધર્મીઓને પાસ આપ્યા નથી. કોઈપણ ગરબામાં વિધર્મી ન આવે તેવી આયોજકોને સૂચના આપવામાં આવી છે. જો કોઈ વિધર્મીને પાસ મળ્યો હશે તો ગરબા આયોજક સાથે વાત કરીશું.
કોંગ્રેસ 125 સીટ લાવશે તે મામલે યોગેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ દિવસમાં સપના જુવે છે, દરેકને સપના જોવાના અધિકાર છે. પરંતુ હકીકત અલગ છે. ભાજપની 182 સીટો આવશે.
હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી
આ મામલે હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યુ હતુ કે, ‘ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા મા દુર્ગાના મહોત્સવ નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ, ઉત્સાહ, આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને 9 દિવસ રાત્રીના 12.00 વાગ્યા સુધી લાઉડ સ્પિકર કે પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.’
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે