અમદાવાદનો પૂર્વ વિસ્તાર ફરી રક્તરંજિત! ગુમ થયેલી સફાઈ કામદાર મહિલાની હત્યા કરાયેલી લાશ મળી

નરોડા વિસ્તારમાં રહેતા 29 વર્ષીય અનિતાબેન વાઘેલાની સ્વપ્નિલ આર્કેડના બીજા માળે હત્યા કરેલી લોહી લુહાણ હાલતમાં ડેડ બોડી મળી આવતા નરોડા પોલીસને કંટ્રોલ મેસેજ મળ્યો હતો.

અમદાવાદનો પૂર્વ વિસ્તાર ફરી રક્તરંજિત! ગુમ થયેલી સફાઈ કામદાર મહિલાની હત્યા કરાયેલી લાશ મળી

મૌલિક ધામેચા/અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો. સફાઈ કામદાર મહિલાની હત્યા કરેલી હાલતમાં લાશ મળતા પોલીસ દોડતી થઈ હતી. મહિલાની હત્યા કરનાર હત્યારાઓને પકડવા માટે સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટિમો હવે કામે લાગી છે. પણ હત્યાને પગલે સફાઇ કામદાર સંગઠને કામથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો. 

નરોડા વિસ્તારમાં રહેતા 29 વર્ષીય અનિતાબેન વાઘેલાની સ્વપ્નિલ આર્કેડના બીજા માળે હત્યા કરેલી લોહી લુહાણ હાલતમાં ડેડ બોડી મળી આવતા નરોડા પોલીસને કંટ્રોલ મેસેજ મળ્યો હતો. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે જઈને તપાસ કરતા મૃતક અનિતાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ જોવા મળી હતી.જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ તેજ કરી છે.

પોલીસની વાત માનીએ તો મૃતક અનિતાબેન વાઘેલા મંગળવાર સાંજે કામ પરથી ઘરે ન આવતા પરિવાર જનોએ ગુમ થયા ની જાણવાજોગ ફરિયાદ કરી હતી.નરોડા પોલીસે આ અંગે તપાસ કરી રહી હતી ત્યારે કંટ્રોલ મેસેજ આવ્યો અને સ્વપ્નિલ અર્કેડ માંથી અનિતા બેન વાઘેલાની હત્યા કરેલી હાલત માં લાશ મળી આવી હતી.

પરિવારની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે મૃતક મહિલા ઘર અને ઓફિસોમાં સાફસફાઈનું કામ કરે છે અને હત્યા પહેલા છેલ્લે કોમ્પલેક્ષનાં પાંચમા માળે ઓફિસ માં કામ કરીને નીકડયાં હતા.ત્યારે હવે પોલીસે ૨ શકમંદો ની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. 

બીજી તરફ સફાઈ કામદારોના સંગઠને પણ હત્યાને ગંભીર ગણાવી એક દિવસ કામથી અડગા રહી વિરોધ નોંધાયો હતો. જોવાનું એ રહ્યું કે હત્યારાઓ પોલીસના હાથે ક્યારે ઝડપાય છે ? અને હત્યા પાછળ શું કારણ સામે આવે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news