LCB દ્વારા એક બાઇક અટકાવવામાં આવી, ઘાસનું ગંજ ખોલ્યું અને થયો ઘટસ્ફોટ

જેમ ગુનેગારો હવે  ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, તેમ હવે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ટેકનોલોજીના માધ્યમથી જ આરોપીઓને ઝડપી રહ્યા છે. આજે બોટાદ એલસીબીએ પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી 28 મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે.બોટાદ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે બે ઈસમો સારંગપુર તરફથી એક મોટરસાયકલ લઈને બોટાદ તરફ આવી રહ્યા છે. જેમાં નંબર પ્લેટ લગાડેલ નથી.
LCB દ્વારા એક બાઇક અટકાવવામાં આવી, ઘાસનું ગંજ ખોલ્યું અને થયો ઘટસ્ફોટ

રઘુવીર મકવાણા/બોટાદ: જેમ ગુનેગારો હવે  ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, તેમ હવે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ટેકનોલોજીના માધ્યમથી જ આરોપીઓને ઝડપી રહ્યા છે. આજે બોટાદ એલસીબીએ પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી 28 મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે.બોટાદ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે બે ઈસમો સારંગપુર તરફથી એક મોટરસાયકલ લઈને બોટાદ તરફ આવી રહ્યા છે. જેમાં નંબર પ્લેટ લગાડેલ નથી.

જે બાતમીના આધારે બોટાદ પોલીસ સ્ટાફે વોચ ગોઠવતા બે આરોપીઓ હરેશ ઉર્ફે હરિ પ્રેમજીભાઈ મેટાળીયા તેમજ પ્રેમજી ભાઇ રામજીભાઇ બામરોલીયા નામના ઇસમો બાઇક લઇને પસાર થતાં પોલીસ દ્વારા તેમને અટકાવી તેમની પાસે બાઈક અંગેના આધાર પુરાવાઓ માંગ્યા હતા. બંને ઈસમો ગલ્લાતલ્લા કરતા હોય અને કોઈ સંતોષકારક જવાબ ન આપતા પોલીસે તેમની પાસે રહેલ બાઈકની ચેસીસ નંબર તેમજ એન્જિન નંબર પોકેટ કોપ એપ્લિકેશનમાં નાખી સર્ચ કરીને જોતા તેમાં ભાવનગરનું એડ્રેસ આવ્યું હતું. બંને ઈસમોની કડક પૂછપરછ કરતા તેમણે આ મોટરસાયકલ ભાવનગર ખાતેથી ચોરી કર્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ બંને ઇસમોને એલસીબી કચેરીએ લાવી કડક પૂછપરછ કરતાં આ સિવાય તેમને અન્ય 27 મોટરસાયકલ ચોરી કર્યા હોવાનો કબૂલ્યું હતું.

પૂછપરછ દરમિયાન આરોપી પ્રેમજી રામજી બામરોલીયાએ કબુલ્યું હતું કે, તેમના ઘેર કેટલાક બાઈક છુપાવી રાખ્યા છે. જે આધારે પોલીસે તેના ગામ નાવડા  ઘરે તપાસ કરતાં કડબના પૂતળા નીચે સંતાડેલ 7 મોટરસાયકલ તથા એન્જિન નંબર અને ચેસીસ નંબર બદલવાના ટાંકણાઓ કબજે કરવામાં આવ્યા હતા. તેમજ આરોપીએ ગામડાઓમાં ખોટું બોલીને ૧૩ જેટલી મોટરસાયકલનું વેચાણ કરવામાં આવ્યું હતું. જે તમામ મોટરસાયકલો પોલીસે કુલ 465000નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ બન્ને આરોપીઓની મોડેસ ઓપરેન્ડી એવી રહેતી હતી કે તેઓ મોટરસાયકલની ચોરી કરી આરોપી પ્રેમજીભાઈ રવજીભાઈ બામરોલીયાના ઘરે લઈ જઈ ત્યાં એન્જિન નંબર અને ચેસીસ નંબર બદલાવી ગ્રામ્ય વિસ્તારોમાં સસ્તા ભાવે તેનું વેચાણ કરી દેતા હતા. પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવામાં એફ.એસ.એલ તેમજ આરટીઓ ની મદદથી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news