સિદ્ધપુરમાં ગુમ યુવતીનાં પરિવારજનોનું હૈયાફાટ રુદન; કહ્યું; યુવતીના લગ્ન હતા અને ઘરમાં મહેંદીની તૈયારીઓ ચાલતી હતીને..

સિદ્ધપુર શહેર માં રહેતા હરવાની પરિવારની દીકરી તારીખ 7ના રોજ ઘરેથી રાબેતા મુજબ મંદિરે દર્શન કરવા ગઈ હતી અને ત્યારથી તે પરત ફરી નથી, જેની શોધ ખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો મળ્યો નહોતો.

સિદ્ધપુરમાં ગુમ યુવતીનાં પરિવારજનોનું હૈયાફાટ રુદન; કહ્યું; યુવતીના લગ્ન હતા અને ઘરમાં મહેંદીની તૈયારીઓ ચાલતી હતીને..

પ્રેમલ ત્રિવેદી/પાટણ: સિદ્ધપુર શહેરમાંથી સતત બે દિવસ પાણીની પાઇપ લાઈનમાંથી માનવ અવશેષો મળવાના મામલે આખું શહેર ભયભીંત બનવા પામ્યું છે. સાથે આ માનવ અવશેષો કોના છે તેના પર પણ રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે. પોલીસ વિભાગ દ્વારા તપાસ નો ધમ ધમાટ શરુ કર્યો છે.

બીજી તરફ ગામમાંથી પણ એક યુવતી ગુમ થવા પામી છે જેની પણ કોઈ ભાળ મળવા પામી નથી. ત્યારે જે પ્રકારે માનવ અવશેષો સાથે જે પુરાવા મળ્યા તેમાના કેટલાક પુરાવા ગુમ થનાર યુવતીના હોવાનું યુવતીના પરિવારજનો જણાવી રહ્યા છે. પણ હજુ પોલીસ દ્વારા આ બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તો જે માનવ અવશેષો મળ્યા છે તેને ડી. એને કરાવ્યા બાદ જ સમગ્ર ઘટના પર થી પડદો ઉંચકશે.

સિદ્ધપુર શહેરમાંથી છેલ્લા બે દિવસથી પાણીની પાઇપ લાઈનમાંથી માનવ અવશેષો મળી રહ્યા છે, જેને લઇ આખા ગામમાં ભયનો માહોલ જીવા મળી રહ્યો છે અને આ અવશેષો કોના તે અંગે પણ પ્રશ્નાર્થ રહેવા પામ્યું છે ત્યારે આ મામલે માનવ અવશેષો ખુબ જ ખરાબ હાલતમાં હોવાને લઇ ડીએને કરાવવા માટે મોકલવામાં આવ્યા છે. જેના રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટના પર થી પડદો ઉંચકાશે. તો બીજી તરફ સિદ્ધપુર શહેર માં રહેતા હરવાની પરિવારની દીકરી તારીખ 7ના રોજ ઘરેથી રાબેતા મુજબ મંદિરે દર્શન કરવા ગઈ હતી અને ત્યારથી તે પરત ફરી નથી, જેની શોધ ખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો મળવા પામ્યો નહિ જેને આજે 12 દિવસ વીતી ગયા છે પણ તેની કોઈ ભાળ મળવા પામી નથી અને આ ગુમ થનાર દીકરીના તારીખ 12ના રોજ લગ્ન હતા ત્યારે આખું પરિવાર હાલ તો દીકરીને લઇ ખુબ જ દુઃખી જોવા મળી રહ્યા છે.

તો અંગે પરિવારજનોએ પોલીસ ફરિયાદ પણ ગુમસુદા અંગે નોંધાવી છે પણ હજુ દીકરીનો કોઈ પત્તો લાગવા પામ્યો નથી. ત્યારે શહેરમાં જે પ્રકારે પાણીની પાઇપ લાઈનમાંથી માનવ અવશેષો મળ્યા છે. તેમાં બંગડી, દુપટ્ટો પણ મળવા પામ્યો છે. જે પુરાવા ગુમ થનાર યુવતીના પરિવાર જનોને બતાવતા દુપટ્ટો ગુમ થનાર યુવતીનો હોવાનો સ્વીકાર પરિવારે કર્યો હતો. પણ પોલીસ મથકે ગુમ સુદા દીકરીની ફરિયાદને આજે 12 દિવસ વીતી ગયા પણ કોઈ સંતોષ કારક જવાબ પોલીસ દ્વારા આપવામાં આવતો નથી તેવો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો.

યુવતીના ગુમ થયે આજે 12 દિવસ વીતી ગયા છે અને ગુમ થનાર યુવતીના લગ્ન તારીખ 12 મેંના રોજ હતા, ત્યારે ઘરમાં ખુશીનો માહોલ દુઃખમાં પલટાઈ ગયો છે. જે અંગે ગુમ થનાર યુવતીના ભાઈને પૂછતાં તેને જણાવ્યું હતું કે અમારે ન્યાય જોઈએ મારી બહેન ગુમ થઇ તે અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ શહેરમાંથી જે પાણીની પાઇપ લાઈનમાંથી માનવ અવશેષો મળ્યા છે તે ટુકડાની હાલતમાં મળ્યા છે તે ટુકડા કેવી રીતે થયાં આ હત્યાની ઘટના છે. અમને ન્યાય મળવો જોઈએ તેવી માંગ યુવતીના ભાઈએ કરી છે.

ગુમ થનાર યુવતીના લગ્નનો પ્રસંગ આજે દુઃખમાં સરી પાડ્યો છે. જે અંગે પાડોશમાં રહેતા લોકો ને પૂછતાં તેમને જણાવ્યું હતું કે 12 મેંના રોજ આ યુવતીના લગ્ન હતા અને ઘરમાં મહેંદીની તૈયારીઓ ચાલી રહી હતી અને તા. 7ના રોજ આ યુવતી ઘરેથી મંદિરે દર્શન કરવાનું નીકળી હતી અને ત્યાર થી તે ગુમ છે આખું પરિવાર આજે દુઃખ માં સરી પડ્યું છે યુવતી ખુબજ સંસ્કારી હતી કોઈ ખરાબ પગલું. ભારે તેમ ન હતી પણ તેની હત્યા થઇ હોય તેવું લાગી રહ્યું છે તેવું પાડોશ ના લોકો જણાવી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news