ગીરમાં સિંહોના થયેલા મોત મામલે મોટો ખુલાસો, આ રોગને કારણે થયા મોત


 સિંહાના મોતની તપાસ કરવામાં આવી તેમાં હિમોગ્લોબીનની ખામી તેમજ બેગેસીયા નામનો રોગ જોવા મળ્યો છે. આ માટે કેનાઈન ડિસ્ટેમ્પર વાઇરસ જવાબદાર નથી. 


 

ગીરમાં સિંહોના થયેલા મોત મામલે મોટો ખુલાસો, આ રોગને કારણે થયા મોત

જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લો એશિયાટિક સિંહ માટે જાણીતો છે. આ સિંહ માત્ર ભારતમાં જ જોવા મળે છે. પરંતુ છેલ્લા ત્રણ મહિનામાં 23 જેટલા સિંહના મોત થયા છે. હવે આ સિંહના મોતના મામલે હવે મોટો ખુલાસો થયો છે. વન વિભાગના મુખ્ય વન સંરક્ષક દુષ્યંત વસાવડાએ મીડિયા સમક્ષ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, બેબેસીયા નામના રોગને કારણે આ સિંહોના મોત થયા છે. સિંહના મોત માટે કેનાઈટ ડિસ્ટેમ્પર વાઇરસ જવાબદાર નથી.

બેબેસીયા રોગને કારણે મોત
વન વિભાગના મુખ્ય વન સંરક્ષક દુષ્યંત વસાવડાએ કહ્યું કે, છેલ્લા ત્રણ મહિનામાં આશરે 23 જેટલા સિંહના મોત થયા છે. તેમણે કહ્યું કે, આ માટે બેબેસીયા રોગ જવાબદાર છે. જે સિંહાના મોતની તપાસ કરવામાં આવી તેમાં હિમોગ્લોબીનની ખામી તેમજ બેગેસીયા નામનો રોગ જોવા મળ્યો છે. આ માટે કેનાઈન ડિસ્ટેમ્પર વાઇરસ જવાબદાર નથી. 

અન્ય રાજ્યોમાં ફસાયેલા ગુજરાતના નાગરિકોને પરત લવાયાઃ અશ્વિની કુમાર

છેલ્લા ત્રણ મહિનામાં 23 સિંહોના મોત
છેલ્લા ત્રણ મહિનામાં 23 સિંહાનો મોત થયા છે. જેમાં તુલસીશ્યામમાં 9, જસાધારમાં 9, સાવરકુંડલામાં 2, હડાળા રેન્જમાં 2 અને જાફરાબાદમાં 1 એમ કુલ 23 સિંહોના મોત થયા છે. તો જસાધાર એનિમલ કેર સેન્ટરમાં 14 સિંહ ઓબર્ઝેવેશન હેઠળ હતા તેમાંથી 6 પુખ્ત સિંહને છોડી દેવામાં આવ્યા છે. હજુ 8 સિંહ બાળને ઓબઝર્વેશન હેઠળ રખાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news