દિવાળી પહેલા ઓટો રિક્ષા ચાલકોને સરકારની મોટી ભેટ, ભાડામાં ધરખમ વધારો કર્યો
Trending Photos
ગાંધીનગર : ઓટોરીક્ષા ના રજીસ્ટડ એશોશીએશનો ની રજુઆતો ધ્યાને લઈને ઓટોરીક્ષાના ભાડાના દરમાં વધારો વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી. ન્યુનત્તમ ભાડું રૂ! ૧૫.૦૦ ને વધારીને રૂ. ૧૮.૦૦ કરાયુ:પ્રતિ કિ.મી ભાડું હાલમાં રૂ! ૧૦.૦૦ને વધારીને રૂ. ૧૩.૦૦ કરાયું હતું. વેઇટીંગ ભાડું હાલમાં પાંચ મિનિટના રૂ. ૧.૦૦ને વધારીને એક મિનિટના રૂ.૧.૦૦ કરાયુ:આ ભાવ વધારો ૦૫/૧૧/૨૦૨૧થી લાગુ પડશે.
વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મીદીએ જણાવ્યુ છે કે ઈંધણના ભાવોમા વધારો થયો છે. જેને પરિણામે ઓટોરીક્ષા ના રજીસ્ટડ એશોશીએશનો દ્વારા ઓટોરીક્ષાના ભાડાના દરમાં વધારો કરવા રજુઆતો મળી હતી. જેને ધ્યાને લઈને આજે એસોશીએશનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમા ભાડા વધારવાનો નિર્ણય કરાયો છે.
મંત્રીએ ઉમેર્યુ કે, ન્યુનત્તમ ભાડું (મીટર ડાઉનીંગ કોસ્ટ) હાલમાં રૂપિયા ૧૫.૦૦ છે, તેને વધારીને ન્યુનત્તમ ભાડું રૂપિયા ૧૮.૦૦ કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. તેજ રીતે પ્રતિ કિ.મી રનિંગ ભાડું હાલમાં રૂપિયા ૧૦.૦૦ છે, તેને વધારીને પ્રતિ કિ.મી રનિંગ ભાડું રૂપિયા ૧૩.૦૦ કરવાનું નક્કી કરાયુ છે. આ ઉપરાંત વેઇટીંગ ભાડું હાલમાં પાંચ મિનિટના રૂપિયા ૧.૦૦ છે, તેને વધારીને એક મિનિટના રૂપિયા ૧.૦૦ કરવામાં આવેલ છે. આ ભાવ વધારો ૦૫/૧૧/૨૦૨૧થી લાગુ પડશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે