વાપીમાં પડોશીએ કર્યું 4 વર્ષની બાળકીનું અપહરણ, તાત્કાલીક ઓપરેશન હાથ ધરી આરોપીને દબોચ્યો
રાજ્યના છેવાડે આવેલ વાપીમાં ફરી એકવાર બાળકીના પરિવારની લાડકવાઈની જિંદગી જોખમણી હતી. જોકે વાપી પોલીસના અસરદાર ઓપરેશનના કારણે માસુમને બચાવી લેવાઈ છે. ત્યારે શું હતી આખી ઘટના?
Trending Photos
નિલેશ જોશી/વાપી: મહિલા સુરક્ષાને લઇને દેશ અને રાજ્યમાં અનેક મોટા દવાઓ થઇ રહ્યા છે. પણ આપણા કહેવાતા સભ્ય સમાજ માં દરેક ઉમરની મહિલા સાથે જાતીય સતામણીથી લઇને રેપ જેવા જ ઘન્ય અપરાધો અટકવાના નામ લેતા નથી. તેમાંય નાના બાળકો સાથે વધી રહેલ દુષ્કર્મની ઘટનાઓ વાલીઓ માટે ચિંતાનું કારણ વધારી રહ્યું છે.
જોકે નાના બાળકો સાથે થતી આવી ઘટના માં કોઈ પરિચિત જ હોવા નું મોટા ભાગે બહાર આવે છે, ત્યારે રાજ્યના છેવાડે આવેલ વાપીમાં ફરી એકવાર બાળકીના પરિવારની લાડકવાઈની જિંદગી જોખમણી હતી. જોકે વાપી પોલીસના અસરદાર ઓપરેશનના કારણે માસુમને બચાવી લેવાઈ છે. ત્યારે શું હતી આખી ઘટના?
વાપીના ગીતા નગર વિસ્તારમાંથી ચાર વર્ષીય માસુમ બાળકીનું અપરણની ઘટના પ્રકાશમાં આવી હતી. એક પરિવારની ચાર વર્ષની બાળકી ઘરેથી ગુમ થઈ ગઈ હતી. આથી પરિવારજનો એ ઘર અને આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. જે જોકે તેમ છતાં બાળકી નહીં મળી આવતા આખરે પરિવારજેનો એ આ અંગે વાપી ટાઉન પોલીસ સ્ટેશનના દીકરીની ગમ થવાની ફરિયાદ દાખલ કરાવી હતી. માત્ર ચાર વર્ષેની માસુમ બાળકીના અપહરણની ફરિયાદ મળતા જ પોલીસ સતર્ક થઈ ગઈ હતી. અને બનાવને ગંભીરતાથી લઈ વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાની તપાસમાં જોડાયા હતા.
ચાર વર્ષેની માસુમ બાળકીની જિંદગીનો સવાલ હોવાથી વલસાડ જિલ્લા પોલીસના 100 થી વધુ પોલીસકર્મીઓનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને જિલ્લા પોલીસના ઉચ અધિકારીઓની આગેવાનીમાં વાપીના ચપ્પા ચપ્પા પર તપાસ કરવામાં આવી હતી. એ દરમિયાન વાપીના ટાંકી ફળિયા વિસ્તારમાં નવનિર્મિત બિલ્ડીંગના ધાબા પર થી આરોપી અપહ્યત બાળકી સાથે ઝડપાઈ ગયો હતો. આથી પોલીસે આરોપીને દબોચી તેને સળિયા પાછળ ધકેલી દીધો હતો, અને અપહરણ કરતાંની ચુન્ગલમાંથી માસુમ બાળકીને ગણતરીના કલાકોમાં જ મુક્ત કરાવી લીધી હતી. જોકે આરોપી શેમ્પુ શાહ જ્યારે ઝડપાયો ત્યારે ચિક્કાર નશાની હાલતમાં હતો.
આરોપી પોલીસના હાથે ઝડપાયો ત્યારે નશાની હાલતમાં હતો. આથી બાળકી સાથે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો છે કે કેમ? તે જાણવા પોલીસે બાળકી અને આરોપીના મેડિકલ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આખરે બાળકીનો મેડિકલ રિપોર્ટ બહાર આવ્યો છે. જેમાં બાળકી સાથે નરાધમ આરોપીએ શારીરિક અડપલા કર્યા હોવાનું બહાર આવ્યું છે. આથી ચકચાર મચી ગઈ છે.
ગીતા નગર વિસ્તારમાં રહેતા એક પરિવારની ચાર વર્ષ માળકીનું તેના જ પડોશમાં રહેતા શેમ્પુ અચ્છે લાલ શાહ નામના પડોશીએ અપહરણ કર્યું હતું. નશાની હાલતમાં આરોપી બાળકીનું અપહરણ કરી અને ફરાર થઈ ગયો હતો. જોકે હવે આરોપીનો નશો ઉતારી ગયો છે. વાપી ટાઉન પોલીસ સ્ટેશનના જાપ્તામાં રહેલ આ આરોપી શેમ્પુને સહેજ પણ શરમ નથી. પોતે પણ નાનકડી દીકરીનો પિતા છે. 3 બાળકોનો પિતા શેમ્પુને લોકો ધિક્કારી રહયા છે.
નાની બાળકી ના અપહરણ અને રેપ કેસમાં બાળકીના જીવનું જોખમ હોય છે. આરોપી પોતાનો ગુન્હો છુપાવવા બાળકીની હત્યા કરતા પણ અચકાતો નથી. ત્યારે આ કેસમાં આરોપીનો નશો ઉતારે તે પહેલા જ પોલીસે મેગા સર્ચ ઓપરેશન કરી બાળકીને બચાવી લીધી છે. આ કેસમાં પણ આરોપી બાળકીનો પરિચિત હોવાનો ખુલાસો થયો છે.
આજકાલના કહેવાતા અંકલ અને કાકાથી પોતાના બાળકોને બચાવવા વાલીઓ પણ પોતાના માસૂમને બેડ ટચનું જ્ઞાન આપવું ખુબ જરૂરી છે, નહીંતર શેમ્પુ જેવા શાંતિરો અંકલ અંકલ કહી તમારા બાળકની માસૂમતાનો લાભ લઇ તમને મોટું દર્દ આપતા પણ નહિ ચુકે. આ કેસમાં બાળકીના મેડિકલ રિપોર્ટમા બાળકી સાથે શારીરિક અડપલા થયા હોવાનું બહાર આવતા પોલીસે નરાધમ આરોપી શેમ્પુ અચ્છે લાલ શાહના વિરુધ કડક કાર્યવાહી હાથ ધરી છે અને હવે લાંબો સમય શેમ્પૂ જેલની હવાલાતમાં જ ગુજારશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે