ખુલ્લી ટાંકીમાં શ્રમજીવી પરિવારની 4 વર્ષના બાળકનું ડૂબી જતાં મોત, જવાબદાર કોણ?

સુરતનાં રાંદેર વિસ્તારમાં આવેલા ઉગત રોડ ખાતેના એસએમસી આવાસમાં ખુલ્લી પાણીની ટાંકીમાં પડી જતા શ્રમજીવી પરિવારના ચાર વર્ષીય બાળકનું ડુંબી જવાથી મોત નિપજ્યું હતું. મજૂરી કરીને પરત આવેલા માતા-પિતા બાળકને શોધી રહ્યા હતા ત્યારે બે કલાકની શોધખોળ બાદ મોળી સાંજે બિલ્ડિંગની ટાંકી માંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.

ખુલ્લી ટાંકીમાં શ્રમજીવી પરિવારની 4 વર્ષના બાળકનું ડૂબી જતાં મોત, જવાબદાર કોણ?

તેજશ મોદી/ સુરત: સુરતનાં રાંદેર વિસ્તારમાં આવેલા ઉગત રોડ ખાતેના એસએમસી આવાસમાં ખુલ્લી પાણીની ટાંકીમાં પડી જતા શ્રમજીવી પરિવારના ચાર વર્ષીય બાળકનું ડુંબી જવાથી મોત નિપજ્યું હતું. મજૂરી કરીને પરત આવેલા માતા-પિતા બાળકને શોધી રહ્યા હતા ત્યારે બે કલાકની શોધખોળ બાદ મોળી સાંજે બિલ્ડિંગની ટાંકી માંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. 

ઘટના અંગે રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રાંદેરના ઉગત રોડ આવેલી શ્રીજી નગરી પાણીની ટાંકી સામેના એસએમસી આવાસ ખાતે રહેતા વિનોદભાઈ દેવીપૂજક લારી પર ભંગારની ફેરી કરી ગુજરાન ચલાવે છે. વિનોદભાઈ અને તેમની પત્ની સવારે લારી પર ફેરી પર નીકળ્યા હતા. બંને જ્યારે સાંજે પરત ફર્યા હતા ત્યારે પોતાના ચાર વર્ષીય પુત્ર વિશાલને શોધી રહ્યા હતા, કારણ કે તે તેમને ઘરે મળી આવ્યો ન હતો.

બિભસ્ત માગણીઓ સાથેના મહિલા તબીબના પેમ્ફલેટ થયા ફરતા, નોંધાઇ પોલીસ ફરિયાદ

મોડી સાંજ સુધી શોધખોળ છતાં માસુમ કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન આવાસમાં જ ભૂગર્ભ પાણીની ટાંકીમાં પાણી ભરવા માટે ગયેલા સ્થાનિક રહીશને ઢાંકણ વિના ખુલ્લી પાણીથી છલોછલ ભરેલી ટાંકીમાં પગ દેખાતા તે ડરી ગયો હતો અને અન્ય લોકોને જાણ કરી હતી. લોકોએ તપાસ કરતા પાણીની ટાંકીમાંથી માસુમ વિશાલનો મૃતદેહ મળી આવ્યો હતો.

 

બનાવની જાણ થતા રાંદેર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. મહત્વનું છે કે, પાલિકા દ્વારા આવાસની તમામ પાણીની ટાંકીઓ પર ઢાંકણ લગાડવા તો લગાડવામાં આવ્યા હતા, પરતું તે તૂટી ગયા બાદ આજ દિન સુધી તે અંગે અનેક ફરિયાદ છતાં નવા ઢાંકણ લગાવાયા નથી અને તેને જ કારણે માસુમ બાળકે જીવ ગુમાવ્યો હોવાનો સ્થાનિક રહીશોએ રોષ વ્યક્ત કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news