હે...મા....માતાજી!!! બે દિવસમાં હાર્ટ એટેકથી 5નાં મોતથી ખળભળાટ, રંગીલા રાજકોટમાં ભયાનક ખૌફ
Heart Attack: હાર્ટ-એટેકથી થતાં મૃત્યુની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ગઇકાલે રાજકોટમાં બે યુવાન અને એક આધેડ એમ ત્રણ લોકોનાં હાર્ટ-એટેકથી મોત થયાં હતાં. આજે વધુ ત્રણના મોત થયા છે.
Trending Photos
Rajkot Heart Attack: કોરોના પછી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં આજે હાર્ટ એટેકથી ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજકોટમાં આજે ગૌતમ વાળા, બોદુભાઈ હમિરાની દિલીપભાઈ સોલંકીએ હાર્ટ એટેકના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. 26 વર્ષનો ગૌતમ વાળા, 48 વર્ષના બોદુભાઈ અનેં 50 વર્ષના દિલીપ ભાઇનું હ્રદય એકાએક બંધ થઈ ગયું હતું. આ ઘટનાને પગલે ત્રણે વ્યક્તિના પરિવારમાં ઘેરો શોક છવાયો છે.
રાજકોટમાં આજે હૃદયરોગના હુમલાથી 26 વર્ષીય ગૌતમ વાળા નામના યુવકનું મોત થયું છે. આ પહેલા ગત 24 કલાકમાં શહેરમાં ત્રણ લોકોના હાર્ટએટેકતી મોત થયા હતા. પરંતુ રાજકોટમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી વધુ 3નાં મોત નિપજ્તા હાહાકાર મચી ગયો છે. ગઈકાલે 2નાં મોત બાદ આજે વધુ 3નાં મોત થયા છે. આજે રાજકોટમાં 26 વર્ષીય યુવક અને બે આધેડના હાર્ટ એટેકથી મોત થયા છે. આ સાથે જ રાજકોટમાં બે દિવસમાં હાર્ટ એટેકથી 5નાં મોતથી ચકચાર મચી ગઈ છે.
છેલ્લા 24 કલાક માં ચારનાં મોત
રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ અને મેટોડા જીઆઈડીસીમાં એક મળી કુલ ચાર લોકોના હાર્ટએટેકથી મોત થયા છે. અંબિકા ટાઉનશીપમાં વ્યંકટેશ એપાર્ટમેન્ટમાં રહેતા અને સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા લલિતસીંગ ગોપાલસીંગ પરીહાર (ઉ.વ. 35) ઘરે બેભાન થઈ જતાં સિવીલમાં ખસેડાયા હતા. જયાં મૃત્યુ નિપજયું હતું. જેમનું હાર્ટએટેકથી મોત થયાનું તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
રાજકોટ કિસ્સો-1. 26 વર્ષનો ગૌતમ વાળા
જામનગર રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતો ગૌતમ હીરાભાઇ વાળા (ઉં.વ.26) સવારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. તબીબોના પ્રાથમિક રિપોર્ટ અનુસાર યુવકનું હાર્ટ-એટેકથી મોત થયાનું સામે આવ્યું છે. તેમના પરિવારમાં બે ભાઇ અને એક બહેનમાં તે મોટો હતો. તેઓ લેબરમાં કામ કરી ગુજરાન ચલાવતા હતા. જ્યારે બે માસની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઇ હતી.
રાજકોટ કિસ્સો-2. 48 વર્ષના બોદુભાઈ
ગોંડલ રોડ પરના કોઠારિયા સોલવન્ટ નજીક રસુલપરા હુસૈની ચોકમાં રહેતા બોદુભાઇ જુસબભાઇ હમીરાણી (ઉં.વ.48) સવારે પોતાના પુત્ર સમીર સાથે બાઇકમાં બેસી શાપર વેરાવળ કામે જતા હતા. ત્યારે ચાલુ બાઇકે છાતીમાં દુખાવો ઊપડ્યો હતો. દીકરાએ 108 બોલાવી તરત જ પિતાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા, પરંતુ તબીબે મૃત જાહેર કરતાં પરિવારમાં માતમ છવાયો હતો. જ્યારે બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે.
રાજકોટ કિસ્સો-3. 50 વર્ષના દિલીપ ભાઇ
દિલીપભાઇ વાલજીભાઇ સોલંકી (ઉં.વ.50)ને રાતે અઢી વાગ્યે એકાએક છાતીમાં દુખાવો ઊપડતાં બેભાન થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર દરમિયાન વહેલી સવારે તેમનું મોત નીપજ્યું હતું. તેમને સંતાનમાં બે પુત્ર છે. તેઓ ફાસ્ટફૂડ નામે સ્ટોલ રાખી ગુજરાન ચલાવતા હતા. રાતે અઢી વાગ્યે એકાએક શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી હતી અને છાતીમાં દુખાવો ચાલુ થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા, હાર્ટ-એટેક આવી ગયાનું પોસ્ટમોર્ટમ બાદ તબીબે જણાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે