12 વર્ષની તરૂણીને યુવકે કહ્યું, જીવનનો સાચો આનંદ તો તે લીધો જ નથી ચાલ તને આનંદ કરાવું અને...

મહિલાઓ માટે સુરક્ષિત માનવામાં આવતું ગુજરાત અને ગુજરાતની સંસ્કારી નગરી વડોદરા હવે મહિલાઓ માટે સુરક્ષિત નથી રહી. રાજ્યના વિવિધ શહેરોમાં એક બાદ એક બળાત્કારના કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરાના ડભોઇમાં એક ખુબ વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો.

12 વર્ષની તરૂણીને યુવકે કહ્યું, જીવનનો સાચો આનંદ તો તે લીધો જ નથી ચાલ તને આનંદ કરાવું અને...

રવિ અગ્રવાલ/વડોદરા : શહેરના યુવકે 12 વર્ષની સગીરાને પહેલા પોતાની પ્રેમજાળમાં ફસાવી અને ત્યારબાદ સગીરાનું અપહરણ કરી નરાધમે માસુમ સગીરાની જિંદગી પીંખી નાખી હતી. મહિલાઓ માટે સુરક્ષિત માનવામાં આવતું ગુજરાત અને ગુજરાતની સંસ્કારી નગરી વડોદરા હવે મહિલાઓ માટે સુરક્ષિત નથી રહી. રાજ્યના વિવિધ શહેરોમાં એક બાદ એક બળાત્કારના કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરાના ડભોઇ રોડ ખાતે ગણેશ નગરમાં રહેતી 12 વર્ષની સગીર કિશોરીને તેના જ વિસ્તારમાં રહેતો નરાધમ જયેશ ઉર્ફે સંજય માળી પોતાની પ્રેમ જાળમાં ફસાવી ફરવા લઇ જવાના બહાને સગીરાનું અપહરણ કરી પંચમહાલના બાકરોલ ખાતે લઇ જઈ મિત્રના ઘરે સગીરાને ગોંધી રાખી કિશોરી પર વારંવાર દુસ્કર્મ આચર્યું હતું. 

સગીરા નરાધમ જયેશ ઉર્ફે સંજય માળીની ચુંગાલમાંથી છૂટી ઘરે પરત ફરતા પરિવાર દ્ધારા સગીરાની પુછપરછ કરતા સગીરાની આપવીતી જાણી પરિવાર ના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. સમગ્ર હકીકતની જાણ થયા બાદ પરિવાર દ્ધારા પાણીગેટ પોલીસ મથકે જયેશ ઉર્ફે સંજય માળી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે આરોપી જયેશ ઉર્ફે સંજય માળીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

પાણીગેટ પોલીસે નરાધમ સામે અપહરણ, દુષ્કર્મ અને પોસ્કોની કલમ લગાવી ગુનો નોંધ્યો છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપીએ કોની મદદ લીધી હતી અને અન્ય બાબતોની પૂછપરછ કરવા આરોપીના રિમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરી છે. કાલે તેને કોર્ટમાં રજુ કરીને પોલીસ દ્વારા રિમાન્ડની માંગ કરવામાં આવશે. ત્યાર બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news