ગુજરાતમાં અહીં આવેલું છે 800 વર્ષ જૂનું મંદિર, આ વર્ષે લાખો રુદ્રાક્ષથી બનેલ શિવલિંગના દર્શન માટે લાગી લાઈનો
હિંમતનગરના રાયગઢ ગામે 800 વર્ષથી પણ વધુ પૌરાણિક વૈજનાથ મહાદેવ મંદિર શિવરાત્રી ના તહેવાર નિમિત્તે જાણીતું બની છે પૌરાણિક શિવલિંગના દર્શનાર્થે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ગામડાના લોકો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે
Trending Photos
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: મહાશિવરાત્રી પર્વને લઈને હિંમતનગરના રાયગઢમાં તળાવ કિનારે આવેલ વૈજનાથ મહાદેવ મંદિરમાં સાત લાખથી વધુ રુદ્રાક્ષ દ્વારા 21 ફૂટ ઊંચું શિવલિંગ બનાવ્યું છે ત્યારે હજ્જારો દર્શનાર્થીઓની દર્શન અને અભિષેક કરવામાં માટે લાંબી લાઇન લાગી.
મહાશિવરાત્રી પર્વને લઈને હિંમતનગર સહિત જિલ્લાના શિવાયલયોમાં હર હર મહાદેવના નાદ થી ગુંજી ઉઠ્યા છે ત્યારે કેટલાક શિવાલોયોમાં શિવજીને અનેક શણગારથી સજવામાં આવતા હોય છે ત્યારે હિંમતનગરના રાયગઢમાં પ્રતાપસાગર તળાવ કિનારે પૌરાણિક સ્વયંભૂ વૈજનાથ મહાદેવ બિરાજમાન છે. જ્યાં દર શિવરાત્રી નિમિત્તે યુવક મંડળ દ્વારા અલગ અલગ પ્રકારના શિવલિંગો અને શણગાર કરવામાં આવે છે. ત્યારે આ મહા શિવરાત્રીએ સિમેન્ટ ના 21 ફૂટ ઊંચા બનાવેલા શિવલિંગ પર સાડા સાત લાખથી વધુ રુદ્રાક્ષને 25 કિલો તારથી પરોવીને શિવલિંગ બનાવવામાં આવ્યું છે.
આ રુદ્રાક્ષનું શિવલિંગ હાલ તો ભક્તોમાં આકર્ષણનો કેન્દ્ર બની ચૂક્યું છે.વૈજનાથ મહાદેવ મંદિર ખાતે દર શિવરાત્રીએ અલગ અલગ પ્રકારે શિવાલયને શણગાર આપવામાં આવતો હોય છે જોકે ગત સાલી નારિયેળના છોતામાંથી શિવાલયની શણગાર આપવામાં આવ્યો હતો ત્યારે દર વર્ષે અલગ અલગ શણગારથી દર્શનાર્થીઓ પણ આકર્ષિત બની ચૂક્યા છે.
હિંમતનગરના રાયગઢ ગામે 800 વર્ષથી પણ વધુ પૌરાણિક વૈજનાથ મહાદેવ મંદિર શિવરાત્રી ના તહેવાર નિમિત્તે જાણીતું બની છે પૌરાણિક શિવલિંગના દર્શનાર્થે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ગામડાના લોકો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે ત્યારે રાયગઢ ખાતે આવેલ વૈજનાથ મહાદેવ મંદિરમાં યુપીના વારાણસી અને નેપાળના કાઠમંડુ થી સાત લાખથી વધુ રુદ્રાક્ષને ત્રણ મહિના અગાઉથી જ ગામના યુવાનો દ્વારા તેને શણગારવાની માથામણ કરી રહ્યા હતા શિવલિંગને રેતી સિમેન્ટ અને ઈંટો દ્વારા 21 ફૂટ ઊંચું બનાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેના પર 25 કિલો ગેલ્વેનાઈઝના તાર વડે સાત લાખથી વધુ રુદ્રાક્ષ પરોવવામાં આવ્યા હતા ત્રણ મહિના જેટલો સમય ગામના યુવાનો અને આયોજકો દ્વારા શિવાલય ને મઢવામાં આવ્યું હતું અને શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે તેને ખુલ્લો મુકવામાં આવ્યું હતું. જોકે શિવરાત્રીના પાવન પ્રસંગે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓએ રુદ્રાક્ષના શિવલિંગના દર્શનનો લાભ લીધો હતો.શિવલિંગ અને વૈજનાથ મહાદેવ મંદિરમાં સ્વયંભૂ વૈજનાથ દાદાના દર્શન માટે લાંબી લાઈનો લાગી હતી.
શિવરાત્રી નિમિત્તે તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠતા હોય છે. જોકે કેટલાક શિવાલયોમાં શિવજીને અનોખો શણગારથી સજાવવામાં આવતા હોય છે, ત્યારે રાયગઢ ખાતે છેલ્લા આઠ વર્ષથી અલગ અલગ પ્રકારના શિવલિંગો બનાવવામાં આવતા હોય છે ત્યાર આ શિવરાત્રી નિમિત્તે રુદ્રાક્ષના શિવલિંગ પર અભિષેક કરી દર્શનાર્થીઓ ધન્યતા અનુભવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે