પોપ્યુલર બિલ્ડરની બેનામી સંપત્તિ નીકળી, 77 લાખ રોકડા અને નોકર-ડ્રાઈવરોના નામે કરેલી મિલકત પણ મળી

બિલ્ડર પાસેથી રૂપિયા 77 લાખ રોકડા અને 82 લાખના દાગીના મળી આવ્યા છે. તો 13 કો.ઓપરેટિવ સોસાયટીના નામે કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ અને દસ્તાવેજો મળી આવ્યા 

પોપ્યુલર બિલ્ડરની બેનામી સંપત્તિ નીકળી, 77 લાખ રોકડા અને નોકર-ડ્રાઈવરોના નામે કરેલી મિલકત પણ મળી

અમિત રાજપૂત/અમદાવાદ :પુત્રવધૂને ત્રાસ આપવાના પોપ્યુલર બિલ્ડર પરિવારના કેસમા હવે બિલ્ડર પરિવાર આઈટીના સકંજામાં આવ્યો છે. 8 ઓક્ટોબરના રોજ ઈન્કમટેક્સ વિભાગ દ્વારા અમદાવાદના જાણીતા પોપ્યુલર બિલ્ડરના ઘરે અને ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું, જે આખરે મંગળવારે પૂરુ થયું હતું. આ સર્ચ ઓપરેશનમાં પોપ્યુલર બિલ્ડર (popular builder) ની બેનામી આવક મળી આવી છે. બિલ્ડર પાસેથ રૂપિયા 77 લાખ રોકડા અને 82 લાખના દાગીના મળી આવ્યા છે. તો 13 કો.ઓપરેટિવ સોસાયટીના નામે કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ અને દસ્તાવેજો મળી આવ્યા છે. આ ઉપરાંત અલગ - અલગ બેંકોના 22 લોકર મળી આવ્યા છે. જેમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, કાંકરિયા-મણિનગર કો.ઓ. બેંકની સહી કરેલી કોરી ચેકબૂક પણ મળી છે. તો મહેસાણા અર્બન કો. ઓ. બેંક, સુરત ડિસ્ટ્રી કો.ઓ. બેંક, ADC બેંક સહિત કુલ 55 જેટલી બેંકની કોરી સહી કરેલી ચેકબૂક મળી છે. 

આ પણ વાંચો : સાત મહિના બાદ આજે ગુજરાત આવશે અમિત શાહ, અચાનક બદલી તારીખ 

નોકરો અને સંબંધીઓની નામે કરી સંપત્તિ 
ગત ગુરુવારે પોપ્યુલર બિલ્ડરને ત્યાં દરોડાની કાર્યવાહી શરૂ થઈ હતી, જે સોમવારે મોડી રાત સુધી દરોડાની કાર્યવાહી ચાલુ હતી. જેમાં રૂ. 77 લાખ રોકડા, રૂ. 82 લાખના દાગીના, 22 બેંક લોકર અને કો-ઓપરેટિવ સોસાયટીના નામે બેનામી સંપત્તિના દસ્તાવેજ મળી આવ્યા છે. એટલુ જ નહિ, નોકર, ખેડૂત, ડ્રાઈવરો અને સંબંધીઓના નામે સંપત્તિ કરી હોવાની વિગતો પણ સામે આવી છે. 

કઈ બેંકોમાં છે બેનામી સંપત્તિ...
સુનિધિ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ, સૂર્યમુખી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ, સોમેશ્વર દર્શન કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ, શ્રી હનુમાન દર્શન સહકારી મંડળી, કુમકુમ નગર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ

આ પણ વાંચો : પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, વધુ એક દિગ્ગજ નેતાએ આપ્યુ રાજીનામુ

2.5 કરોડ રૂપિયા સમાધાન માટે આપ્યા હતા 
મોનાંગ પટેલની પત્નીએ પોતાને માર મારી ત્રાસ ગુજારનાર ત્રણ સાસરિયા અને પોતાના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું કે, મારા સાસરીવાળા મારી પાસેથી દહેજની માંગની કરીને મને ત્રાસ આપતા હતા. ત્યારે અમદાવાદના હાઈપ્રોફાઈલ કેસમા વધુ એક વળાંક આવ્યો હતો. રમણ પટેલ દ્વારા પુત્રવધુ ફિઝુ અને માતા જાનકી પટેલને સમાધાન માટે બોલાવામાં આવ્યા હતા. જ્યાં બળજબરીપૂર્વક સમાધાનના કાગળો પર સહી કરાવવામાં આવી હતી અને અઢી કરોડ આપવામાં આવ્યા હતા. તેમજ ફિઝુ પટેલ અને જાનકી પટેલનુ અપહરણ કરીને તેઓને ગોંધી રાખવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે સમાધાન માટે બળજબરી કરી હતી. ફિઝુબેન અને જાનકીબેનના આપેલા અઢી કરોડ રૂપિયા જાનકીબેનના બહેન નિમાબેન પાસેથી મળ્યા હતા. નિમાબેન નારણપુરામાં રહે છે. જેમની પાસેથી પોલીસને અઢી કરોડ રૂપિયા મળ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news