અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં એક અઠવાડીયામાં કોરોનાના 77 કેસ નોંધાયા

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસના સંક્રમણના કેસમાં વધારો થયો છે. છેલ્લા એક અઠવાડીયામાં 77 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 19 કેસ સાથે કુલ કેસ 293 પર પહોંચી ગયા છે. કોરોનાને પ્રસરતો અટકાવવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં રીવર્સ ક્વોરોન્ટાઈન અપનાવાશે.
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં એક અઠવાડીયામાં કોરોનાના 77 કેસ નોંધાયા

ગૌરવ પટેલ, અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસના સંક્રમણના કેસમાં વધારો થયો છે. છેલ્લા એક અઠવાડીયામાં 77 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 19 કેસ સાથે કુલ કેસ 293 પર પહોંચી ગયા છે. કોરોનાને પ્રસરતો અટકાવવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં રીવર્સ ક્વોરોન્ટાઈન અપનાવાશે.

જેમાં 60 વર્ષથી ઉપરના વૃદ્ધો, સગર્ભા મહિલાઓ અને બાળકોને ઘરમાં રાખવામાં આવશે. ગામના સામાજિક, ધાર્મિક આગેવાનો થકી અપીલ કરાશે. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, લોકડાઉન બાદ અનલોક 1 શરૂ થતાં સમક્રણમાં વધારો થયો છે. અમદાવાદ ગ્રામ્યમાંથી શહેરી વિસ્તારમાં અવરજવર વધથા કોમ્યુન્ટિ ટ્રાન્શમીશનના કેસ વધશે.

અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા સેમ્પલિંગની સંખ્યામાં વધારો કરતાં કેસની સંખ્યા વધી રહી છે. જીઆઈડીસી વિસ્તારમાં કોઈ પ્રતિબંધ નથી પણ જ્યાં કોવિડ-19ના કેસ છે. ત્યાં સરકારની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન થયા તેનું ધ્યાન રાખવામાં આવશે. અમદાવાદ જિલ્લા પંચાયતના વહિવટી તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારના 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને ઘરમાં રહેવા અપીલ કરાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news