ધો-10, 12 બોર્ડની પરીક્ષા પહેલા જિલ્લા શિક્ષણાધિકારીઓની બદલીનો ગંજીપો ચિપાયો

ધો-10, 12 બોર્ડની પરીક્ષા પહેલા જિલ્લા શિક્ષણાધિકારીઓની બદલીનો ગંજીપો ચિપાયો છે. ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-1ના 58 અધિકારીઓની તાત્કાલીક અસરથી બદલીના આદેશ કરાયા છે. રાજ્યમાં ધોરણ-10, 12નો અભ્યાસક્રમ પૂર્ણ થવાને આરે છે અને પ્રિલિમની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે શિક્ષણ ક્ષેત્રે સરકારે બદલીઓનો દોર ચલાવીને માહોલ ગરમાવી દીધો છે.

ધો-10, 12 બોર્ડની પરીક્ષા પહેલા જિલ્લા શિક્ષણાધિકારીઓની બદલીનો ગંજીપો ચિપાયો

અમદાવાદ: ધો-10, 12 બોર્ડની પરીક્ષા પહેલા જિલ્લા શિક્ષણાધિકારીઓની બદલીનો ગંજીપો ચિપાયો છે. ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-1ના 58 અધિકારીઓની તાત્કાલીક અસરથી બદલીના આદેશ કરાયા છે. રાજ્યમાં ધોરણ-10, 12નો અભ્યાસક્રમ પૂર્ણ થવાને આરે છે અને પ્રિલિમની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે શિક્ષણ ક્ષેત્રે સરકારે બદલીઓનો દોર ચલાવીને માહોલ ગરમાવી દીધો છે.

રાજયનાં શિક્ષણ ખાતામાં બદલી-બઢતીનો દોર જોવા મળ્યો છે. રાજ્યમાં 58 કલાસ વન અધિકારીઓની બદલીનાં આદેશ અપાયાં છે. 58 જેટલાં જિલ્લા શિક્ષણાધિકારીઓની બદલી કરાઇ છે. અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી એન.એમ. મહેતાને ભરૂચ મોકલી દેવાયા છે. તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિક્ષા સચિવ (વિજ્ઞાન વિભાગ) આર.એચ ઝુંણકીયાની બદલી મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે કરવામાં આવી છે. ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડના નાયબ નિયામક શ્રીમતી ગાયત્રી બેન પટેલની અરવલી જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે.

સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી યુ.એન. રાઠોડને વડોદરા મોકલી દેવામાં આવ્યા છે. તો સુરેન્દ્રનગરના જિલ્લા શિક્ષણ અધિકારી આર.સી. પટેલની બદલી અમદાવાદમાં કરવામાં આવી છે. કચ્છના જિલ્લા શિક્ષણ અધિકારી રાકેશ આર. વ્યાસને અમદાવાદ (ગ્રામ્ય) મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે ગાંધીનગરના રાજ્ય બોર્ડના સચિવ ડી.આર. સરડવાને જી.સી.ઇ.આર.ટી રિડર તરીકે બદલી કરવામાં આવી છે. ત્યારે જી.સી.ઇ.આર.ટી રીડરના અધિકારી ભગવાનભાઇ એન. પ્રજાપતીની કચ્ચ જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news