જે નોટબંધીની ટીકા કરે છે વિપક્ષ, તેનાં કારણે થયો મોટો ફાયદો: રિપોર્ટમાં થયો ખુલાસો
સીબીડીટીનાં અહેવાલમાં દાવો કરવામાં આવ્યું છેકે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી ડાયરેક્ટ ટેક્સ 6.63 લાખ કરોડ રૂપિયા રહ્યો છે
Trending Photos
નવી દિલ્હી : ડાયરેક્ટ ટૈક્સ પ્રાપ્તિમાં ગત્ત સાત વર્ષમાં સૌથી ઝડપી વધારો નોંધાયો છે. નોટબંધીનો તેમાં મોટુ યોગદાન માનવામાં આવી રહ્યું છે. આ જ કારણ છે કે આવકવેરા વિભાગ ચાલુ નાણાકીય વર્ષ માટે નક્કી ડાયરેક્ટ ટેક્સ વસુલી લક્ષ્યનો અડધા કરતા પણ વધારે ટેક્સ પહેલા જ પ્રાપ્ત થઇ ચુક્યો છે. તેની વસુલી 6.63 લાખ કરોડ રૂપિયાથી ઉપર નિકળી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)નાં હાલનાં રિપોર્ટમાં આ અંગે માહિતી આપવામાં આવી છે.
નોટબંધીથી ટેક્સ ચોરીની વિરુદ્ધ મળી મોટી સફળતા
આવક વેરા વિભાગ માટે નીતિ બનાવનારી સંસ્થા સીબીડીટીની નોટંબંધીનો પ્રભાવ પર તૈયાર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નવેમ્બર, 2016માં ઉચ્ચ મૂલ્ય વર્ગમાં બે નોટો 500 રૂપિયા અને 1000 રૂપિયાનાં ચલણથી હટાવવાનાં પરિણામ આવ્યું કે મોટા પ્રમાણમાં મહત્વની માહિતી અને આંકડા વિભાગને ઉપલબ્ધ થયા જેનાં આધારે કરાયેલ ટેક્સની કાર્યવાહીથી મોટી ચોરી ઝડપવામાં સફળતા પ્રાપ્ત થઇ છે. આ માહિતીનાં આધારે કરવામાં આવેલ કાર્યવાહીમાં વિભાગે અનેક તપાસ અને સર્વેની
કાર્યવાહી પણ કરી.
2018-19 માટે પ્રત્યક્ષ કર પ્રાપ્તીનું લક્ષ્યાંક 11.5 લાખ કરોડ રૂપિયા
સીબીડીટીનાં આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી (15 નવેમ્બર, 2018 સુધી) ડાયરેક્ટ ટેક્સમાં ટેક્સની પ્રાપ્તી 6.63 લાખ કરોડ રૂપિયા રહી છે. આ રકમ એક વર્ષ પહેલાની આ અવધીમાં થયેલી વસુલીથી 16.4 ટકા વધારે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, નોટબંધીની સકારાત્મક અસર છે. આવકવેરા વિભાગનાં લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ચાર મહિનાનો સમય બચ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ દરમિયાન દાખલ કરવામાં આવેલ રિટર્નની સંખ્યામાં પણ વધારો થયો છે. 2013-14માં તે 3.79 કરોડ રિટર્ન જમા કરાવાયું બીજી તરફ 2017-18માં આ સંખ્યા 81 ટકા વધીને 6.87 કરોડ સુધી પહોંચી ગઇ.
નવા કરદાતાઓની સંખ્યા 2017-18માં પહોંચી 1.07 કરોડ
રિપોર્ટમાં કહેવાયું કે ટેક્સ આધારને વ્યાપક બનાવવામાં ઘણી મદદ મળી છે. આ દરમિયાન ન માત્ર આઇટીઆર રિટર્નની સંખ્યા વધી છે, પરંતુ રિટર્ન ભરનારા કરદાતાઓની સંખ્યા 2017-18માં 1.07 કરોડ સુધી પહોંચી ગઇ છે. તે અગાઉ વર્ષ 85.51 લાખ હતી. તેમાં 25 ટકાનો વધારો નોંધાયો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 2017-18માં શુદ્ધ ડાયરેક્ટ ટેક્સ પ્રાપ્તિ 18 ટકા વધીને 10.03 લાખ કરોડ રહી ગઇ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે