રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર, નોઇડાથી 500 વેંટિલેટર ગુજરાત પહોંચ્યા

ગંભીર દર્દીઓની સંખ્યા વધતાં ગુજરાત (Gujarat) માં નોઇડા (Noida) થી 500 નવા વેંટિલેટર પહોંચી ગયા છે. તેમાંથી 100 વેંટિલેટર સયાજી હોસ્પિટલમાં ઉતાર્યા છે. જ્યારે 100 વેંટિલેટર ભાવનગર (Bhavnagar) મોકલવામાં આવશે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર, નોઇડાથી 500 વેંટિલેટર ગુજરાત પહોંચ્યા

વડોદરા: ગુજરાત (Gujarat) માં સતત વધી કોવિડ 19 (Covid 19) ના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે તંત્ર દ્વારા સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ઓક્સિજન (Oxygen) ની અછતને પહોંચી વળવા માટે સતત નવા ઓક્સિજન પ્લાન્ટ (Oxygen Plant) શરૂ કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ અન્ય દેશોમાંથી ઓક્સિજન મંગાવવામાં આવી રહ્યો છે. 

ત્યારે ગંભીર દર્દીઓની સંખ્યા વધતાં ગુજરાત (Gujarat) માં નોઇડા (Noida) થી 500 નવા વેંટિલેટર પહોંચી ગયા છે. તેમાંથી 100 વેંટિલેટર સયાજી હોસ્પિટલમાં ઉતાર્યા છે. જ્યારે 100 વેંટિલેટર ભાવનગર (Bhavnagar) મોકલવામાં આવશે અને 300 નવા વેંટિલેટરને રાજ્યના અન્ય શહેરોમાં મોકલવામાં આવશે. અમદાવાદ, જામનગર, રાજકોટ, વડોદરા ને નવા વેંટિલેટર ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

24 કલાકમાં 14,296 નવા કેસ
ગુજરાત (Gujarat) માં આજે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતાં કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14,296 નવા કોરોના કેસ નોંધાયા છે અને 157 લોકોના મોત થયા છે. તો બીજી તરફ માત્ર 6,727 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,74,699 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 75.54 ટકાએ પહોંચ્યો હતો.
No description available.
AC માં બ્લાસ્ટ થતાં સુરતની કોવિડ હોસ્પિટલમાં આગ, અફરાતફરીનો માહોલ

એક્ટિવ કેસ 1 લાખને પાર
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,15,006 એક્ટિવ દર્દી છે, જે પૈકી 406 લોકો વેન્ટિલેટર પર છે અને 1,14,600 લોકો સ્ટેબલ છે. 3,74,699 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 6,328 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 27, સુરત કોર્પોરેશનમાં 26, રાજકોટ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 11, જામનગર કોર્પોરેશનમાં 8, ભાવનગર કોર્પોરેશનમાં 3, ગાંધીનગર કોર્પોરેશન 2 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 2 દર્દીના મોત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news