હાલોલ GIDCમાં મજૂરી કરતા પરપ્રાંતીય શ્રમિકોને 24 કલાકમાં ગુજરાત છોડવાની ધમકી

હાલોલ જી.આઇ.ડી.સી ખાતે આવેલી એક કંપનીમાં મોડી રાત્રે અચાનક ટોળાએ આવી પહોંચી હોબાળો માચાવ્યો હતો.

હાલોલ GIDCમાં મજૂરી કરતા પરપ્રાંતીય શ્રમિકોને 24 કલાકમાં ગુજરાત છોડવાની ધમકી

જયેન્દ્ર ભોઇ/હાલોલ: હાલોલ જી.આઇ.ડી.સી ખાતે આવેલી એક કંપનીમાં મોડી રાત્રે અચાનક ટોળાએ આવી પહોંચી હોબાળો માચાવ્યો હતો. રવિવારે મોડી રાત્રે હોલોલની હેરિટેજ એન્ટરપ્રાઇઝ નામની કંપનીઓમાં કામ કરતા પરપ્રાતીયોને કાઢી મુકવાના આશયથી કંપનીઓમાં ધૂસી આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં ટોળાના લોકો કંપનીની દિવાલ કૂદીને કંપનીઓમાં આવતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.

Halol-GIDC-2

24 કલાકમાં ગુજરાત છોડવાની આપી ધમકી 
કંપનીમાં મોડી રાત્રે આવેલા ટોળાએ કંપનીમાં કામ કરતા પરપ્રાંતીયોને ધમકી આપવામાં આવી હતી કે, જો તમે 24 કલાકમાં ગુજરાત છોડીને નહિં જાયતો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે કંપનીના માલિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે આવીને સીસીટીવી ફૂટેજના આધારે ટોળામાં આવેલા ઇસમોને શોધવાની કામગીરી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news