અમદાવાદમાં ધોળા દિવસે ફાયરિંગ કરવા બદલ 5ની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર

શહેરના બાપુનગર વિસ્તારનાં ઠક્કરબાપાનગરમાં જાહેરમાં ફાયરીગ અને તલવાર વડે જીવલેણ હુમલો કરનાર અજય અને  શરદ કાલે સહિત 5 લોકોની બાપુનગર પોલીસ અને SOGએ ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી ગૌરવ ચૌહાણ સહિતના આરોપી પોલીસ ગિરફતથી દુર છે અને હજી પણ ફરાર છે. પોલીસ ગિરફતમાં દેખાતા આરોપી અજય, શરદ કાલે, ચિરાગ માથુર, મનોજ માથુર અને યોગેશ માથુર છે. આ તમામ આરોપીએ ટપોરીગીરી કરતા અને ફાઈનન્સનું કામ કરતા ગૌરવ ચૌહાણ સાથે મળીને બાપુનગર વિસ્તારમાં અશોક ગોસ્વામી પર  તલવાર વડે હુમલો કર્યો હતો. તલવારના ઘા માર્યા હતા આ ઉપરાંત ફાયરિંગનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
અમદાવાદમાં ધોળા દિવસે ફાયરિંગ કરવા બદલ 5ની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર

અમદાવાદ : શહેરના બાપુનગર વિસ્તારનાં ઠક્કરબાપાનગરમાં જાહેરમાં ફાયરીગ અને તલવાર વડે જીવલેણ હુમલો કરનાર અજય અને  શરદ કાલે સહિત 5 લોકોની બાપુનગર પોલીસ અને SOGએ ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી ગૌરવ ચૌહાણ સહિતના આરોપી પોલીસ ગિરફતથી દુર છે અને હજી પણ ફરાર છે. પોલીસ ગિરફતમાં દેખાતા આરોપી અજય, શરદ કાલે, ચિરાગ માથુર, મનોજ માથુર અને યોગેશ માથુર છે. આ તમામ આરોપીએ ટપોરીગીરી કરતા અને ફાઈનન્સનું કામ કરતા ગૌરવ ચૌહાણ સાથે મળીને બાપુનગર વિસ્તારમાં અશોક ગોસ્વામી પર  તલવાર વડે હુમલો કર્યો હતો. તલવારના ઘા માર્યા હતા આ ઉપરાંત ફાયરિંગનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

જો કે આ સમગ્ર ઘટનાએ કાયદો વ્યવસ્થા પર સવાલ ઉભા કર્યા છે. ગૌરવ ચૌહાણ અને અશોક ગોસ્વામી સાથે મળીને ફાઈનન્સનું કામ કરતા હતા. જો કે બંન્ને વચ્ચે તકરાર થતા અશોક ગોસ્વામી ગૌરવથી છુટો પડીને રાહુલ ચૌહાણ નામના વ્યક્તિ સાથે ફરતો હતો. જેને લઈને  ગૌરવ રાહુલ સાથેના ફરવા માટે વારંવાર દબાણ કરતો હતો. પોતાની ગેંગનો સભ્ય રાહુલ સાથે ફરવાનું બંધ ના કરતા આખરે તલવાર વડે તેના 9 સાગરીતો સાથે મળીને અશોક ગોસ્વામી પર હુમલો કર્યો હતો. 

જો કે આ ઘટનાએ ફરી એક વાર પૂર્વ વિસ્તારમાં કોઈ એક ગેગ સક્રિય થઈ હોવાના સંકેત આપ્યા છે. જોકે પોલીસનો દાવો છે કે, આ ગેંગના સભ્યોએ આંતરિક વિવાદના કારણે ગેંગના સભ્યો પર હુમલો કર્યો છે. જો કે ધોળા દિવસે ફાયરિંગની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. અસામાજીક તત્વો પર હવે પોલીસનો કોઇ ડર જ નહી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. જે પ્રકારે અસામાજિક તત્વો બેખોફ બની રહ્યા છે ત્યારે પોલીસ અને કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news