Corona update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 495 કેસ, 31 મૃત્યુ, 392 દર્દી ડિસ્ચાર્જ

રાજ્યમાં આજ રોજ 495 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 392 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,78,137 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
Corona update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 495 કેસ, 31 મૃત્યુ, 392 દર્દી ડિસ્ચાર્જ

ગાંધીનગર: રાજ્યમાં આજ રોજ 495 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 392 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,78,137 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આજે રાજ્યમાં 31 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ-22, સુરત-3, ગાંધીનગર-2, અરવલ્લી, પાટણ, ભરૂચ અન્ય રાજ્ય ખાતે 1-1 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1416 પર પહોંચ્યો છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,12,887 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,06,695 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 6192 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

આજના રાજ્યમાં કુલ 392 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા

અમદાવાદ 243 સુરત 54 વડોદરા 32 ગાંધીનગર 40
મહેસાણા 05 બનાસકાંઠા 08 પંચમહાલ 03 આણંદ 02
ખેડા 02 અરવલ્લી 01 ભાવનગર 01 છોટાઉદેપુર 01

આજના રાજ્યમાં 477 નવા કેસ નોંધાયા

જિલ્લો કેસ
અમદાવાદ 327
સુરત 77
વડોદરા 37
મહેસાણા 7
ગાંધીનગર 5
રાજકોટ 5
ભરૂચ 5
કચ્છ 4
બોટાદ 4
સુરેન્દ્રનગર 4
નવસારી 4
પંચમહાલ 3
ભાવનગર 2
સાબરકાંઠા 2
પાટણ 2
જામનગર 2
અમરેલી 2
બનાસકાંઠા 1
અરવલ્લી 1
નર્મદા 1
કુલ 495

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત

એક્ટિવકેસ - - ડિસ્ચાર્જ મૃત્યુ
કુલ વેન્ટીલેટર સ્ટેબલ - -
5645 68 5577 15501 1416

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news