Vadodara Corporation Election માં 47.84 ટકા મતદાન, જાણો વોર્ડ પ્રમાણે ક્યાં કેટલું મતદાન
વડોદરા કોર્પોરેશન ચૂંટણીમાં 47.84 ટકા જેટલું મતદાન થયું છે, ત્યારે મંગળવાર 23 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. વડોદરાના પોલિટેકનિક કોલેજ ખાતે તંત્રએ મતગણતરીની તૈયારીઓ હાથ ધરી છે. પોલિટેકનિક કોલેજમાં 8 સ્ટ્રોંગ રૂમમાં બનાવ્યા છે.
Trending Photos
રવિ અગ્રવાલ/ વડોદરા: વડોદરા કોર્પોરેશન ચૂંટણીમાં (Vadodara Corporation Election) 47.84 ટકા જેટલું મતદાન થયું છે, ત્યારે મંગળવાર 23 ફેબ્રુઆરીએ મતગણતરી (Counting of Votes) હાથ ધરાશે. વડોદરાના પોલિટેકનિક કોલેજ (Vadodara Polytechnic College) ખાતે તંત્રએ મતગણતરીની તૈયારીઓ હાથ ધરી છે. પોલિટેકનિક કોલેજમાં 8 સ્ટ્રોંગ રૂમમાં બનાવ્યા છે. પોલિટેકનિક કોલેજ ખાતે ત્રિસ્તરીય બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે, જેમાં પોલીસ અને પેરામિલેટ્રી ફોર્સ ના જવાનો બંદોબસ્તમાં તૈનાત છે.
વડોદરાના મુખ્ય ચૂંટણી અધિકારી (Chief Electoral Officer) અને કલેકટર શાલિની અગ્રવાલે પોલિટેકનિક કોલેજ (Vadodara Polytechnic College) ખાતે બનાવેલા સ્ટ્રોંગરૂમની મુલાકાત લીધી હતી. કલેકટર (Collector) સાથે સ્થાનિક ડીસીપી અને એસીપી પણ હાજર હતા. સ્ટ્રોંગ રૂમની બહાર સીસીટીવી કેમેરા લગાવાયા છે. સ્ટ્રોંગ રૂમની આસપાસની ગતિવિધિ જેતે પક્ષના એજન્ટો જોઈ શકે તે માટે બહાર બે સ્ક્રીન પણ લગાવાઈ છે. વડોદરામાં કોર્પોરેશન ચૂંટણીમાં (Vadodara Corporation Election) 47.84 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ મતદાન વોર્ડ-1 માં 55.21 ટકા થયું અને સૌથી ઓછું મતદાન વોર્ડ-11 માં 42.55 ટકા થયું છે. વડોદરામાં 14,46,212 મતદારોમાંથી 6,91,914 મતદારોએ મતદાન કર્યું છે. જેમાં 3,77,092 પુરુષો અને 3,14,822 સ્ત્રીઓએ મતદાન કર્યું છે. આ અગાઉ વર્ષ 2015 માં 48.71 ટકા મતદાન થયું હતું.
વડોદરાના પોલિટેકનિક કોલેજ ખાતે સવારે 9 વાગે મતગણતરી હાથ ધરાશે. કોર્પોરેશન ચૂંટણીમાં 19 વોર્ડની 76 બેઠકોની મતગણતરી હાથ ધરાશે, 279 ઉમેદવારો મેદાનમાં છે. 23 ફેબ્રુઆરીએ સૌથી પહેલાં વોર્ડ 1, 4, 7, 10, 13, 16 ના પરિણામ આવશે. બીજા રાઉન્ડમાં વોર્ડ 2, 5, 8, 11, 14, 17 ના પરિણામ આવશે. ત્રીજા રાઉન્ડમાં વોર્ડ 3, 6, 9, 12, 15, અને 18ના પરિણામ આવશે. તબક્કાવાર વોર્ડ પ્રમાણે મતગણતરી, ચૂંટણી એજન્ટ અને ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે. તમામ વોર્ડના મતગણતરી અને ચૂંટણી એજન્ટ, ઉમેદવારોને એકસાથે પ્રવેશ નહિ મળે. બે રૂમમાં 14 ટેબલ પર એકસાથે 14 ઈવીએમની મતગણતરી થશે, જેના માટે એક રિટર્નિંગ ઓફિસર, અને એક આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર નિમાયા છે.
કોવિડને લઈને મતગણતરી સેન્ટર પર શું સુવિધા
માસ્ક, હેન્ડ સેનેટાઈઝર, મેડીકલ ટીમ તૈયનાત રહેશે, થર્મલ ગનથી તમામનું ટેમ્પરેચર ચેક કરવામા આવશે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો:- તાંત્રીકે ચાદર પર 10ની નોટ મુકીને 110 રૂપિયા કરી દીધા અને વેપારીએ આપી દીધા 21 લાખ રૂપિયા
વોર્ડ પ્રમાણે કેટલા ટકા મતદાન થયું
વોર્ડ-1 માં 55.21 ટકા, વોર્ડ-2 માં 47.76 ટકા, વોર્ડ-3 માં 47.70 ટકા, વોર્ડ-4 માં 51.38 ટકા, વોર્ડ-5 માં 48.45 ટકા, વોર્ડ-6 માં 48.91 ટકા, વોર્ડ-7 માં 45.86 ટકા, વોર્ડ-8 માં 45.28 ટકા, વોર્ડ-9 માં 45.44 ટકા, વોર્ડ-10 માં 48.47 ટકા, વોર્ડ-11 માં 42.55 ટકા, વોર્ડ-12 માં 47.87 ટકા, વોર્ડ-13 માં 48.21 ટકા, વોર્ડ-14 માં 46.24 ટકા, વોર્ડ-15 માં 44.90 ટકા, વોર્ડ-16 માં 50.78 ટકા, વોર્ડ-17 માં 43.19 ટકા, વોર્ડ-18 માં 52.37 ટકા અને વોર્ડ-19 માં 49.60 ટકા મતદાન થયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે