નાર્કોટિક્સ વિભાગે ઝડપી પાડ્યો પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો

પ્રતિબંધિત દવાઓ કોઈ મેડિકલને નહીં પરંતુ યુવાનોને નશો કરવા માટે વેચાતી હોવાનું સામે આવ્યું છે. 

 

નાર્કોટિક્સ વિભાગે ઝડપી પાડ્યો પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો

અમદાવાદઃ નાર્કોટિક્સ વિભાગે બાતમીના આધારે અમદાવાદના હાથીજણ વિસ્તારમાં  દરોડા પાડ્યા હતા અને કોડીન નામની દવાઓનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દવાઓનો ઉપયોગ યુવાનો નશા માટે કરતા હોવાનું સામે આવ્યું છે. 

સાણંદમાં આવેલ દિયા હેલ્થકેરમાં આ દવાઓ જવાની હતી. નાર્કોટિક્સ વિભાગે વધુ તપાસ કરતા આ કંપનીના માલિકે હિમાલય પ્રદેશથી આ દવાઓ લાવતો હતો.  દવાઓ અમદાવાદ લાવવાના બદલે પાટણના એક ગોડાઉનમાં છૂપાવીને રાખી હતી. નાર્કોટિક્સ વિભાગ અને પોલિસ સાથે મળીને અંદાજિત 42000 બોટલ આ પ્રતિબંધિત દવાઓ પકડી પાડી હતી. જેની બજાર કિંમત અંદાજે દસ લાખ રૂપિયા થાય છે. એક બોટલની કિંમત વિસથી ત્રીસ રૂપિયા થાય છે જેની સામે 250 થી 300 રૂપિયામાં આ દવાઓ વેચવામાં આવતી હતી. આ ખાંસી માટે વાપરવામાં આવતી દવા છે જેમાં અફીણની માત્રા વધુ હોય છે. 

આ તમામ પ્રતિબંધત દવાઓ કોઈ મેડિકલને નહીં પરંતુ યૂવાઓને નશો કરવા માટે વેચાણ કરવામા આવતી હતી. નાર્કોટિક્સ વિભાગે આ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી  છે. હજુ પણ આ પ્રકારની દવાઓ બજારમાં લાયસન્સ કે પ્રીસ્ક્રાઇબ વગર વેચવામાં આવતી હશે તો તેવા લોકો સામે પણ પગલા લેવામાં આવશે. હાલ દવાઓ ક્યાંથી આવતી હતી અને કોના માટે જઈ રહી હતી તે દિશામાં તપાસ ચાલુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news