સુરતના સુપ્રસિદ્ધ ઉમિયા ધામમાં 35 હજાર દીવડાંની આરતી
વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ ખાતે છેલ્લાં 25 વર્ષથી મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે
Trending Photos
સુરતઃ સુરતના સુપ્રસિદ્ધ ઉમિયા ધામ મંદિરમાં 5 મિનિટમાં એકસાથે 35 હજાર દીવડાં પ્રગટાવીને માતાજીની આરતી કરવામાં આવી હતી. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ ખાતે છેલ્લાં 25 વર્ષથી મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે.
આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકોએ માતાની આરતી ઉતારી હતી. શ્રદ્ઘાળુઓએ પોતાના હાથમાં 35 હજાર દીવડાં સાથે મહાઆરતીમાં ભાગ લીધો હતો. મહાઆરતીની શરૂઆત થાય એટલે તમામ લાઈટ્સ બંધ કરી દેવામાં આવે છે અને માત્ર દીવડાંના પ્રકાશમાં જ આરતી કરવામાં આવે છે.
સુરતના ઉમિયાધામ પરિસરમાં છેલ્લાં 25 વર્ષથી પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવે છે. જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ તાંબાના ગરબા લઈને ઘુમે છે. મહાઆરતી શરૂ થવાની સાથે જ વાતાવરણ એકદમ ભક્તીમય બની ગયું હતું.
35 હજારથી વધારે લોકો હોવા છતાં શ્રદ્ધાના ધામમાં ક્યારેય પણ કોઈ અવ્યવસ્થા સર્જાઈ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે