જેતપુર : લોકડાઉનમાં ધમધમતા હતા કાપડના 3 કારખાના, રાતના અંધારામાં લેવાઈ રહ્યું હતું કામ

જીવ કરતા પણ રૂપિયા વધુ વ્હાલા હોય છે તેવા કિસ્સા કોરોના કહેર (Gujarat corona) વચ્ચે પણ જોવા મળી રહ્યાં છે. જેતપુરના ઉદ્યોગપતિઓ માટે દેશ કરતા થોડા રૂપિયા મહત્વના હોય તેવું સાબિત થઈ રહ્યું હતું. દેશ હિતમાં જાહેર કરવામાં આવેલ 144ના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરતા જોવા મળ્યા હતા. આ જાહેરનામુ માત્ર સામાન્ય માણસ માટે હોય તેવું લાગી રહ્યું હતું. મોટા ઉદ્યોગપતિ માટે 144નું જાહેરનામુ માત્ર એક કલમ હોય તેવું દેખાતું હતું. આવા કારખાનેદાર ઉપર જાહેરનામાના ભંગની ફરિયાદ કરવામાં આવી હતી. 3 જેટલા કારખાના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
જેતપુર : લોકડાઉનમાં ધમધમતા હતા કાપડના 3 કારખાના, રાતના અંધારામાં લેવાઈ રહ્યું હતું કામ

નરેશ ભાલીયા/જેતપુર :જીવ કરતા પણ રૂપિયા વધુ વ્હાલા હોય છે તેવા કિસ્સા કોરોના કહેર (Gujarat corona) વચ્ચે પણ જોવા મળી રહ્યાં છે. જેતપુરના ઉદ્યોગપતિઓ માટે દેશ કરતા થોડા રૂપિયા મહત્વના હોય તેવું સાબિત થઈ રહ્યું હતું. દેશ હિતમાં જાહેર કરવામાં આવેલ 144ના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરતા જોવા મળ્યા હતા. આ જાહેરનામુ માત્ર સામાન્ય માણસ માટે હોય તેવું લાગી રહ્યું હતું. મોટા ઉદ્યોગપતિ માટે 144નું જાહેરનામુ માત્ર એક કલમ હોય તેવું દેખાતું હતું. આવા કારખાનેદાર ઉપર જાહેરનામાના ભંગની ફરિયાદ કરવામાં આવી હતી. 3 જેટલા કારખાના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Coronavirus Live: દેશમાં કોરોનાથી 10મું મોત, કુલ દર્દીઓ 536

કોરોના વાયરસને લઈને ભારતભરમાં ધારા 144ના જાહેરનામા સાથે સંપુર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આવશ્યક સેવાઓ સિવાય તમામ ધંધા અને ઉદ્યોગોને બંધ કરવા સરકાર દ્વારા સૂચનો આપવામાં આવ્યા છે. ત્યારે જેતપુરના સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલ ઉદ્યોગપતિને આ જાહેરનામુ લાગુ ના પડતું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે વડાપ્રધાન મોદીની સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત પછી પણ જેતપુરના કપડાં પ્રોસેસ હાઉસ બેરોકટોક ચલતા હતા. જેતપુર મામલતદાર ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને પોલીસ દ્વારા આજે આ કાપડ પ્રોસેસ હાઉસ ઉપર સંયુક્ત રીતે રાત્રિ ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું. 

રાશિફળ 25 ફેબ્રુઆરી: લોકડાઉન વચ્ચે આજે કેવો જશે તમારો દિવસ, આ રાશિવાળાને મળશે મોટી ખુશખબરી

આ 3 વિભાગ દ્વારા કરવામાં આવેલ રાત્રિ ચેકિંગ દરમિયાન 4 જેટલા કાપડ પ્રોસેસ હાઉસોમાં 2 પ્રોસેસ હાઉસ અને એક સાડી ફિનિશિંગના કારખાના ધમધમતા જોવા મળ્યા હતા. જેમાં ધોરાજી રોડ કેનાલ ઉપર આવેલ રામેશ્વર ફ્લેટમાં ચેકીગ કરતા અહીં 60 થી 70 જેટલા મજૂરો કારખાનાની અંદર દરવાજામાં લોક મારીને કામ કરી રહ્યા હતા. જે ચેકિંગની સ્કોવડ આવતા કારખાનું મૂકીને ભાગી ગયા હતા. જેતપુર પોલીસ અને જેતપુર મામલતદાર દ્વારા રામેશ્વર ફ્લેટના માલિકને પોલીસ સ્ટેશને લઈ જઈને જાહેરનામા ભંગ સહિતના ગુના નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે સાથે ચાંપરાજ પુર રોડ ઉપર આવેલ જોન્સન પ્રોસેસનું ચેકિંગ કરતા તે પણ પૂરજોશમાં ચાલુ જોવા મળ્યું હતું, અહીં પણ 45 જેટલા મજૂરો રાત્રિ દરમિયાન કામ કરતા પકડાયા હતા. સાથે આ વિસ્તારમાં આવેલ ગાયત્રી સાડી ફિનિશિંગમાં પણ 35 જેટલા મજૂરો બિન્દાસ્ત કામ કરતા જોવા મળ્યા હતા. આ તમામ ઉપર જાહેરનામાના ભંગની પોલીસ ફરિયાદ સાથે કડક કાર્યવાહી કરવા આવી હતી તેવું ડેપ્યુટી મામલતદાર એમ.એમ. કાપડિયાએ જણાવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news