કોરોનામુક્ત રાજકોટ કરવા 37 ડિગ્રી ગરમીમાં સાધુની તપસ્યા
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ (Rajkot) ને કોરોના મુક્ત બનાવવા હવે સાધુ-સંતો મેદાને આવ્યા છે. રાજકોટનાં આજીડેમ નજીક આવેલા દાદા હનુમાન મંદિરે 37 ડિગ્રી તાપમાનમાં મંદિરનાં મહંત સહિત ત્રણ સાધુ ઘુણી ઘખાવી છે. દરરોજ આકરા તાપમાં ત્રણ કલાક સુધી સાધુઓ ગુજરાત કોરોના (Coronavirus) મુક્ત બને તેને લઇને તપસ્યા કરી રહ્યાં છે.
વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે અને છેલ્લા એક મહિનાથી ઘરમાં રહી કોરોના વાયરસ સામેની લડાઇ લડી રહ્યા છે. કોરોના વાયરસનાં ડરથી લોકો ફફડી રહ્યા છે. ત્યારે રાજકોટનાં આજીડેમ નજીક આવેલા દાદા હનુમાન મંદિરનાં મહંત રાધવદાસ મહારાજ અને તેની સાથે ત્રણ સાધુ આકરા તાપમાં ઘુણી ધખાવી છે. સાધુઓનું કહેવું છે કે, દર વર્ષે 4 મહિના સુધી ધુણી ધખાવીને તપસ્યા કરતા હોય છે. પરંતુ ચાલું વર્ષે કોરોના વાયરસનો કહેર છે, તેથી રાજકોટ અને ગુજરાત કોરોના મુક્ત થાય તે માટે દરરોજ અલગથી એકથી દોઢ કલાક ધૂણી ધખાવી તપસ્યા કરી રહ્યા છે.
સુરતમાં કોરોનાના વધુ 8 કેસનો વધારો, કેન્દ્રની ટીમ નિરીક્ષણ માટે પહોંચી
કેવી રીતે ધુણી ધખાવે છે?
સામાન્ય રીતે સાધુ દર વર્ષે ચાર મહિના ધુણી ધખાવતા હોય છે. વિશ્વભરમાં શાંતિ સ્થપાઇ તે માટે ધુણી ધખાવતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે કોરોના વાયરસનો કહેર છે. આવામાં ગાયનાં ગોબરનાં છાણાં પ્રગટાવ્યા બાદ બપોરે 12 થી 2 વાગ્યા સુધી સાધુ સાધના કરતા હોય છે. સળગતા છાંણાની વચ્ચે આ આકરી સાધનામાં લોકો કોરોના મુક્ત કરે અને કોરોના વાયરસ ગુજરાતમાંથી દુર થાય તે માટે સાધુએ આકરી સાધના શરૂ કરી છે. જોકે લોકડાઉનનું પાલન થાય તે માટે સાધુની તપસ્યાનાં દર્શન કરવા આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે