'બોલ માડી અંબે જય જય અંબે', માઈ ભક્તો તૈયાર! મોહનથાળનો પ્રસાદને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર

અંબાજી આવતા આ લાખો પદયાત્રીઓની પ્રસાદની માંગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આજથી મોહનથાળાનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે. 

'બોલ માડી અંબે જય જય અંબે', માઈ ભક્તો તૈયાર! મોહનથાળનો પ્રસાદને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર

ઝી બ્યુરો/અંબાજી: યાત્રાધામ અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુ માં અંબેનો મોહનથાળાનો પ્રસાદ વધુ પ્રિય હોય છે. મા અંબેના દર્શને આવેલા યાત્રિકો અચૂક માં અંબેના મોહનથાળનો પ્રસાદ સાથે લઈ જતા હોય છે. અંબાજી આવતા આ લાખો પદયાત્રીઓની પ્રસાદની માંગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આજથી મોહનથાળાનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે. 

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ મેળામાં યાત્રિકોના પ્રસાદની માંગ સંતોષવા માટે ત્રણ લાખ કિલો ઉપરાંત પ્રસાદ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. જોકે આ મોહનથાળના પ્રસાદમાં ચનો લોટ કકરુ બેષણ ,ખાંડ, શુદ્ધ દેશી ઘી,સાથે ઈલાયચીનો મિશ્રણ તૈયાર કરી આ મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવે છે.

જ્યારે ટ્રસ્ટ દ્વારા આ 3 લાખ 25 હજાર  કિલો મોહનથાળનો પ્રસાદ બનાવી રહ્યું છે ત્યારે તેમાં એક લાખ કિલો કકરું બેસણ, દોઢ લાખ કિલો ખાંડ ,75 હજાર કિલો શુધ્ધ ઘી, અને 200 કિલો ઈલાયચીનો વપરાશનો અંદાજ કરવામાં આવ્યો છે. જેમાંથી યાત્રિકોને આપાતા નાના મોટા 25 લાખ જેટલા પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news