આરોગ્ય વિભાગનો સપાટો: પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા 3 ડોક્ટર્સને સસ્પેંડ કરાયા

બનાસકાંઠાના આરોગ્ય અધિકારી દ્વારા 3 ડોક્ટર અને એક હેલ્થ વર્કરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

આરોગ્ય વિભાગનો સપાટો: પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા 3 ડોક્ટર્સને સસ્પેંડ કરાયા

અલકેશ રાવ/અમદાવાદ : બનાસકાંઠાના આરોગ્ય અધિકારી દ્વારા 3 ડોક્ટર અને એક હેલ્થ વર્કરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવેલી ઓચિંતી રેડમાં 3 ડોક્ટર અને એક હેલ્થ વર્કર પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ઝડપાયા હતા. 3 ડોક્ટરને ત્યાંથી સરકારી દવાઓનો જથ્થો મળ્યો હતો. જેના પગલે તત્કાલ 3 ડોક્ટર અને એક હેલ્થ વર્કરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા ઘટના અંગે માહિતી મળતાની સાથે જ તુરંત જ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

બનાસકાંઠાના જિલ્લા આરોગ્ય અધિકારીએ સપાટો બોલાવ્યો હતો. ડીએચઓ દ્વારા અચાનક રેડ પાડીને પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા 3 સરકારી ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી સરકારી દવાઓનો જથ્થો પણ મળી આવ્યો હતો. RBSK લાખણી ગામના મેડિકલ ઓફીસર પ્રકાશ રાજપુત લાખણીના લવાણા ગામમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હોવાનું ઝડપાયું હતું. આ ઉપરાંત ડીસાના મેડિકલ ઓફીસર ડોક્ટર હમીરદા ગઢવી પણ ડીસાના લોરવાડામાં ખાનગી પ્રેક્ટિસ કરતા ઝડપાયા હતા. કોમ્યુનિટી હેલ્થ ઓફીસર વડગામના ડોક્ટર સવિતા મેવાડા પાલનપુરના ગણેશપુરામાં ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યું હતું. 

3 ડોક્ટર સામે આરોગ્ય વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી. ડીએચઓએ કડક કાર્યવાહી કરતા ડીડીઓ પાસે આ તમામ ડોક્ટરને ફરજ મુક્ત કરવા માટેની પરવાનગી માંગી હતી. આરોગ્ય અધિકારીની કાર્યવાહીના કારણે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ડોક્ટરને ન માત્ર સબક મળશે પરંતુ ફરી આવું કરતા પહેલા તેઓ વિચારશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ડોક્ટરમાં ફફડાટ વ્યાપ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news