29 મામલતદાર અને 38 ડેપ્યુટી કલેક્ટરોની બદલી, રાજ્ય સરકારે કર્યો આદેશ

રાજ્ય સરકારે વધુ એક બદલીનો આદેશ જાહેર કર્યો છે. આ વખતે મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરોની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. 

29 મામલતદાર અને 38 ડેપ્યુટી કલેક્ટરોની બદલી, રાજ્ય સરકારે કર્યો આદેશ

ગાંધીનગરઃ આગામી સમયમાં લોકસભા-2024ની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા રાજ્ય સરકારમાં વિવિધ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે વધુ એક બદલીનો આદેશ જાહેર કર્યો છે. સરકાર દ્વારા 29 મામલતદારોની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. આ સિવાય 38 ડેપ્યુટી કલેક્ટરોની પણ બદલી કરી દેવામાં આવી છે. જ્યારે ગેસ કેડરના 12 પ્રોબેશનલ અધિકારીઓને મહેસૂલ વિભાગમાં નિમણૂંક આપવામાં આવી છે. 

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

લોકસભાની ચૂંટણી પહેલા બદલીઓ
દેશમાં હવે લોકસભાની ચૂંટણીમાં થોડો સમય બાકી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા એપ્રિલ અને મે મહિનામાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજવામાં આવી શકે છે. તો માર્ચ મહિનામાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવાની શક્યતા છે. પરંતુ તે પહેલા રાજ્ય સરકાર દ્વારા બદલીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણી પહેલા એક જગ્યાએ ત્રણ વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા હોય તેવા અધિકારીઓની બદલી સામાન્ય રીતે કરવામાં આવતી હોય છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news