વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં 26 લોકોના મોત, આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં અત્યાર સુધી વરસાદને કારણે 26 લોકોના મોત થયા છે. આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 
 

વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં 26 લોકોના મોત, આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

ગાંધીનગરઃ ભારે વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં વરસાદથી 26 લોકોના મોત થયા છે. તેમજ 110 પશુઓના મોત થયા છે.  જેમાં સૌથી વધુ વડોદરામાં 4ના મોત થયા છે.  ગાંધીનગરમાં 2ના મોત થયા છે. વરસાદને પગલે એનડીઆરએફની ટીમ પણ તહેનાત કરવામાં આવી છે. રાજયના 5 સ્ટેટ હાઇવે અને 124 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ઓલપાડમાં 50થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 

આ સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં પડી રહેલા વરસાદને લઈને તાત્કાલિક બેઠક બોલાવી હતી. બેઠકમાં જે જિલ્લામાં વધુ વરસાદ છે ત્યાંના કલેક્ટર સાથે સીએમે વાત કરી હતી. આ સાથે સીએમે કહ્યું કે, રાજ્યમાં વધુ પાંચ એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી છે. જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાંથી લોકોને ખસેડીને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકાર સતત નજર રાખી રહી છે. 

છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદને કારણે અત્યાર સુધી 26ના મોત થયા છે. જ્યારે કુલ 110થી વધુ પશુઓ મોતને ભેટ્યા છે. રાજ્યના પાંચ સ્ટેટ હાઈવે સહિત 129 રસ્તાઓ બંધ થયા છે. 2 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આજે સવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે બગદાણા-તળાજા હાઈવે બંધ કરાયો છે. અમરેલી સોખડા ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ડેમો ઓવરફ્લો થવા લાગ્યા છે. જ્યારે નદીમાં ઘોડાપૂર આવ્યા છે.

આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, વડોદરા, આણંદ, તાપી, ભરૂચ નર્મદા તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

અમદાવાદના  કલેક્ટરે કર્યું ટ્વીટ
અમદાવાદ શહેરમાં 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામા આવી છે. અમદાવાદ કલેક્ટરે ટ્વિટ કરીને માહિતી આપી છે કે અમદાવાદ શહેરમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેથી ગ્રામજનોને અને શહેરીજનોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

ક્યાં ક્યાં તૈનાત કરાઈ એનડીઆરએફની ટીમ
1 ગીર સોમનાથ
1 વલસાડ
1 નવસારી
1 તાપી
1 બનાસકાંઠા
1 મહીસાગર
1 સુરત
4 વડોદરા
2 ગાંધીનગર
1 રાજકોટ
1 જૂનાગઢ માં ટીમ તૈનાત કરાઈ
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news