ચાંદીપુરમાં થયેલા સફળ પરીક્ષણ બાદ બ્રહ્મોસનાં જીવનકાળમાં 5 વર્ષનો વધારો
આ સુપરસોનિક મિસાઇલનો જીવન અવધિ વધારવા માટે ડીઆરડીઓ લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા
Trending Photos
નવી દિલ્હી : સુપર સોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસની ઓરિસ્સાનાં ચાંદીપુર વિસ્તારમાં સોમવારે સવારે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સફળ પરીક્ષણની સાથે સુપર સોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસનાં જીવનકાળમાં વર્ષનો વધારો થયો છે. મિસાઇલ ટેક્નોલોજીમાં ભારતને અગ્રણી દેશોની યાદીમાં સમાવિષ્ઠ કરવાની આ મિસાઇલની જીવન અવધિ અત્યાર સુધી માત્ર10 વર્ષ હતી. આ સુપરસોનિક મિસાઇલનું જીવન અવધી વધારવા માટે ડીઆરડીઓ લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યું હતું. સોમવારે થયેલા સફળ પરિક્ષણ બાદ બ્રહ્મોસનું જીવન અવધિને 10 વર્ષથી વધારીને 15 વર્ષ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અવાજની ગતિથે ત્રણ ગણી વધારે સ્પીડથી માર કરનારી આ સુપર સોનિક મિસાઇલ બ્રહ્મોસને બ્રહ્મોસ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. બ્રહ્મોસ કોર્પોરેશન ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) અને રશિયાના એનપીઓ મશીોનસ્ત્રોયેનિશિયાનું સંયુક્ત ઉપક્રમ છે. રશિયાનાં પી800 ઓફીસ ક્રૂઝ મિસાઇલની ટેક્નોલોજી પર આધારિત બ્રહ્મોસ મિસાઇલને અત્યાર સુધીની સૌથી આધુનિક મિસાઇલ સિસ્ટમ માનવામાં આવે છે. સેનાના વરિષ્ઠ અધિકારીઓનાં અનુસાર બ્રહ્મોસ મિસાઇલને જમીનથી હવામાં વિમાન દ્વારા પાણી અને સબમરીન અને જહાજોથી લોંચ કરવામાં સફળ પરિક્ષણ કરવામાં આવી ચુકી છે.
આ મિસાઇલ વગર કોઇ ચુકે 290 કિલોમીટર સુધી માર કરી શકે છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટુંકમાં જ આ મિસાઇલની મારક ક્ષમતા 400 કિલોમીટરથી વધારે થઇ જશે. તેમણે જણાવ્યું કે, બ્રહ્મોસ મિસાઇલનું નામ ભારતની બ્રહ્મપુત્રા અને રશિયાની મસ્કવા નદીના નામને મેળવીને બનાવવામાં આવે છે. બ્રહ્મોસનાં નામે તેની સૌથી મોટી ખાસિયત સુપર સોનિક ક્રૂઝ પણ જોડાયેલો છે. પોતાની આ ખાસિયતના કારણે આ મિસાઇલ ખુબ જ ઝડપથી ઉડ્યન કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે