દળી દળીને ઢાકણીમાં ભર્યું? તળાવોના બ્યુટિફિકેશન પાછળ 23 કરોડ ખર્ચ્યા પણ તળાવ બ્યુટીફૂલ ન બન્યા

મ્યુનિસિપલ કોર્પોરેશન 4 તળાવના બ્યુટીફિકેશન પાછળ અત્યાર સુધીમાં કુલ રૂ. 23 કરોડનો ખર્ચ કર્યો છે પરંતુ તેની સ્થિતિ  "જે સે થે "રહી છે. મોટાભાગના તળાવમાં ડ્રેનેજના પાણી ઠલવાઈ રહ્યા છે તો જંગલી વેલા ઉગી નીકળ્યા છે તો કેટલાક તળાવમાં પાણી જ નથી. ગોત્રી તળાવ ની સમસ્યા ની vmc સભા માં સ્થાનિક કોર્પોરેટર આવાજ ઉઠાવ્યો હતો.
દળી દળીને ઢાકણીમાં ભર્યું? તળાવોના બ્યુટિફિકેશન પાછળ 23 કરોડ ખર્ચ્યા પણ તળાવ બ્યુટીફૂલ ન બન્યા

વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશન 4 તળાવના બ્યુટીફિકેશન પાછળ અત્યાર સુધીમાં કુલ રૂ. 23 કરોડનો ખર્ચ કર્યો છે પરંતુ તેની સ્થિતિ  "જે સે થે "રહી છે. મોટાભાગના તળાવમાં ડ્રેનેજના પાણી ઠલવાઈ રહ્યા છે તો જંગલી વેલા ઉગી નીકળ્યા છે તો કેટલાક તળાવમાં પાણી જ નથી. ગોત્રી તળાવ ની સમસ્યા ની vmc સભા માં સ્થાનિક કોર્પોરેટર આવાજ ઉઠાવ્યો હતો.

વડોદરા શહેરમાં આવેલા મુખ્ય તળાવોના બ્યુટીફીકેશન કરવાની કામગીરી સાત વર્ષ પૂર્વે શરૂ થઈ હતી. જેમાં સૌથી પહેલા ગોત્રી તળાવ બ્યુટીફિકેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં સયાજીગંજના ધારાસભ્યોએ લોકભાગીદારીથી ગોત્રી તળાવનું બ્યુટીફિકેશન શરૂ કર્યું હતું. તેની સાથે સાથે તળાવ ઉંડુ પણ કરવામાં આવ્યું હતું પરંતુ લોક ભાગીદારોનો સહયોગ નહીં મળતા કોર્પોરેશને તેની પાછળ 4 કરોડનો ખર્ચ કર્યો હતો. ત્યાર બાદ એક પછી એક તળાવ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઉપરાંત સિધ્ધનાથ તળાવ ,છાણી તળાવ , સમા તળાવ સહિતના નાના મોટાં તળાવો પાછળ કોર્પોરેશન દ્વારા રૂપિયા 23 કરોડનો અંદાજીત ખર્ચ કરવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલા તળાવોનું બ્યુટીફીકેશન પાછળ કોર્પોરેશન ખર્ચો કરતું રહ્યું હતું.

આ તળાવમાં ડ્રેનેજનું ગંદુ પાણી ઠલવાતું જોવા મળે છે. જ્યારે મોટાભાગના તળાવોમાં જંગલી વેલા પણ ઊગી નીકળ્યા છે. એટલું જ નહીં તળાવના પાણીમાં ઠેરઠેર કચરો પણ ઠલવાતો રહે છે, ત્યારે ફરી એકવાર તળાવ મચ્છરોના ઉપદ્રવનું સ્થાન બની ચૂક્યા છે. ત્યારે રજુવાત બાદ પાલિકા દ્વારા કામગીરી ફરી શરૂ કરવામાં આવશે તેવા વાયદા કરવામાં આવ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે હવે તળાવ પાછળ પાલિકા દ્વારા કઈ રીતે કામ ગિરિ કરવામાં આવશે.

(1)ગોત્રી તળાવ - 4.14 કરોડ
(2)સમા તળાવ - 1.14 કરોડ
(3)છાણી તળાવ - 12 કરોડ
(4)સિદ્ધનાથ - 4.66 કરોડ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news