100% જોબ ગેરેન્ટી, ફ્રી એજ્યુકેશન... આ છે દુનિયાના Top 10 સુખી દેશ, ભારતનો નંબર જોઈ લાગશે આઘાત

Top 10 Happiest Countries in the World: UN ના એક રિપોર્ટમાં સતત ચોથા વર્ષે અને કોવિડ-19 મહામારી છતાં ફિનલેન્ડ દુનિયાનો સૌથી સુખી દેશ માનવામાં આવે છે. જાણો ભારત કયા સ્થાન પર છે.

100% જોબ ગેરેન્ટી, ફ્રી એજ્યુકેશન... આ છે દુનિયાના Top 10 સુખી દેશ, ભારતનો નંબર જોઈ લાગશે આઘાત

નવી દિલ્હી: તાજેતરમાં UN વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે દુનિયામાં સૌથી વધારે સુધી દેશ ફિનલેન્ડ છે અને અહીંના લોકો સૌથી વધારે ખુશ રહે છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે લોકો ખુબજ ભયભીત રહ્યા. લાખો લોકોએ ગત બે વર્ષ ખરાબ સ્વપ્ન તરીજે પસાર કર્યા. જો કે, યુએન વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ બાદ લોકો સવાર પૂછવા લાગ્યા કે આખરે આ દેશો સુખી કઈ રીતે છે. એટલું જ નહીં આશ્ચર્યજનક વાત એ છે કે, દુનિયાની મહાશક્તિઓમાંથી કોઈપણ દેશ સુખી નથી.

કેવી રીતે કરવામાં આવે છે ખુશીનું આંકલન
તમને જણાવી દઈએ કે, યુએન વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ છેલ્લા 10 વર્ષથી બનાવવામાં આવી રહ્યો છે. આ વર્ષે રિપોર્ટની 10 મી વર્ષગાંઠ હતી. રિપોર્ટ તૈયાર કરવા માટે લોકોની ખુશીનું આંકલન કરવામાં આવે છે. તેના માટે આર્થિક અને સામાજિક આંકડા પણ જોવામાં આવે છે. ખુશીને 0 થી 10 સુધીના સ્કેલમાં માપવામાં આવે છે. મોટાભાગના દેશોમાં શિક્ષા, રોજિંદા જીવનમાં યુઝ થતી વસ્તુઓ મોંઘી થતી જઈ રહી છે. પરંતુ ટોપ 10 દેશોમાં શિક્ષા, હેલ્થકેર જેવી વસ્તુઓ લોકો માટે સરકાર તરફથી એકદમ ફ્રી છે અથવા એકદમ ઓછી કિંમતો પર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

સૌથી સુખી દેશોમાં નાગરિકોની જોબ ગેરેન્ટી હોય છે. ડેનમાર્કમાં આ નિયમ પણ છે કે જો કોઈપણ હાલતમાં કોઈ બેરોજગાર છે તો તેને 2000 ડોલર પ્રતિમાહ સુધીનું સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. ફિનલેન્ડ અને ડેનમાર્કમાં બાળકોની શિક્ષા અને હેલ્થકેર એકદમ ફ્રી છે. આ દેશોમાં ગરીબી રેખા નીચે નાગરિક ખુબ જ ઓછા છે. મધ્યમ વર્ગના લોકો વધારે છે. અમીરોમાં મની પાવરની પરંપરા નથી.

કયા સ્થાન પર છે દુનિયાના મહાશક્તિ દેશ
તમને જણાવી દઇએ કે, ફિનલેન્ડને સૌથી વધારે સુખી દેશ સિલેક્ટ કરવામાં આવ્યો છે. બીજા નંબર પર ડેનમાર્ક છે. ત્યારે આ રિપોર્ટમાં ભારતની રેન્કિંગમાં પણ સુધારો થયો છે. અમેરિકા, બ્રિટેન, રશિયા, ભારત, ચીન વગેરે દેશોને મહાશક્તિ તરીકે જોવામાં આવે છે. જો કે, હેપ્પીનેસની વાત કરીએ તો આ દેશ ઘણા પાછળ છે. યુએન વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ અનુસાર ફિનલેન્ડ અને ડેનમાર્ક દુનિયાના સૌથી સુખી દેશોમાં સામેલ છે.

ત્યારે અફગાનિસ્તાનને સૌથી ઓછો સુધી દેશ ગણાવવામાં આવ્યો છે. ફિનલેન્ડ છેલ્લા પાંચ વર્ષથી સતત દુનિયામાં સૌથી સુખી દેશ ગણવામાં આવે છે. ફિનલેન્ડ અને ડેનમાર્ક બાદ આઈસલેન્ડ, સ્વિટઝરલેન્ડ અને નેધરલેન્ડ દુનિયાના ટોપ 5 સુખી દેશોમાં સામેલ છે.

સુખી દેશોમાં કયા નંબર પર છે ભારત
રિપોર્ટ અનુસાર, આ યાદીમાં અમેરિકા 16 માં અને બ્રિટેન 17 માં નંબર છે. ત્યારે સર્બિયા, રોમાનિયા, બુલ્ગારિયાની રેન્કિંગમાં સુધારો જોવા મળ્યો છે. ભારતની વાત કરીએ તો ગત વર્ષ આ લિસ્ટમાં 139 માં નબર પર હતો. આ વખતે ભારત 3 નંબરનો કૂદકો મારી 136 માં નંબર પર પહોંચી ગયો છે. ત્યારે આતંકવાદ અને આર્થિક સમસ્યાનો સામનો કરતો પાડોશી દેશ પાકિસ્તાન ભારતથી વધારે ખુશ દેખાળવામાં આવ્યો છે. પાકિસ્તાનને 121 માં નંબર પર રાખવામાં આવ્યો છે.

સૌથી વધુ આશ્ચર્યજનક વાત એ છે કે, રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બંનેના રેન્ક ટોપ 100 માં છે. રશિયા જ્યાં 80 માં સ્થાન પર છે. ત્યારે યુક્રેન 98 માં નંબર પર છે. જો કે, રિપોર્ટ યુદ્ધ પહેલા જ તૈયાર કરવામાં આવ્યો હતો.

આ છે ટોપ 10 સુખી દેશ
ફિનલેન્ડ નંબર-1, ડેનમાર્ક નંબર-2, આઇસલેન્ડ નંબર-3, સ્વિટઝરલેન્ડ નંબર-4, નેધરલેન્ડ નંબર-5, લક્ઝમબર્ગ નંબર-6, સ્વીડન નંબર-7, નોર્વે નંબર-8, ઇઝરાયેલ નંબર-9 અને ન્યુઝીલેન્ડ નંબર-10 પર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news