હિંમત નગર : એન્જિનિયરિંગનો અભ્યાસ છોડીને સંયમના માર્ગે નીકળ્યો યુવક
મિકેનિઝીમના એન્જિયરીંગનો મોહ મૂકીને હિંમતનગગરના જૈન યુવકે દીક્ષા અંગીકાર કરવાનો કઠોર નિર્ણય કર્યો છે. હિંમતનગર શહેરના કાંકણોલ રોડ પર રહેતા હેમ ગાંધી હવે સંયમના માર્ગે ચાલશે.
Trending Photos
હિંમત નગર : મિકેનિઝીમના એન્જિયરીંગનો મોહ મૂકીને હિંમતનગગરના જૈન યુવકે દીક્ષા અંગીકાર કરવાનો કઠોર નિર્ણય કર્યો છે. હિંમતનગર શહેરના કાંકણોલ રોડ પર રહેતા હેમ ગાંધી હવે સંયમના માર્ગે ચાલશે.
સમાજમાં લોકો અનેક જાતના મોહ માયા અને વૈભવની રચતામાં જીવન વિતાવતા હોય છે અને ઉચ્ચ અભ્યાસ કરી ઉચ્ચ પદવી મેળવી નોકરી કરી સારી નામના મેળવવાનું પસંદ કરતાં હોય છે, ત્યારે આવા જ એક યુવક મિકેનિકલ એન્જિયરીંગનો મહેસાણામાં અભ્યાસ કરીને વૈભવી જીવનને અલવિદા કહેવાનો કઠોર નિર્ણય કર્યો છે. સંસારની મોહ માયા છોડી દઇને દીક્ષા અંગીકાર કરવાનુ નક્કી કર્યુ છે. હિંમતનગર શહેરના જૈન સમાજના 21 વર્ષના હેમ ગાંધી જૈન દીક્ષા અંગીકાર કરશે. ત્યારે આજે વાજતેગાજતે શોભાયાત્રા નીકળી હતી. હેમકુમારે જ્યારે તેના પિતા હિતેશભાઈ પાસેથી જ્યારે દીક્ષા લેવાની પરવાનગી માંગી ત્યારે તેમણે વ્હાલસોયા દીકરાને દીક્ષા અંગીકાર કરવા પરવાનગી આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે