અત્યાર સુધી 21 રાજ્યોમાં લોકડાઉન, દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 467 પર પહોંચી
Trending Photos
નવી દિલ્હી : દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 467 થઇ ચુકી છે. સ્વાસ્થય મંત્રાલયના અનુસાર અત્યાર સુધી દેશમાં 34 દર્દીઓ સંપુર્ણ રીતે સ્વસ્થ થઇ ચુક્યા છે. જ્યારે 9 લોકોનાં મોત થયા છે. કોરોના વાયરસનાં કારણે આજે કર્ફ્યુ લાગ્યો છે. રાજ્યમાં કોરોનાં 98 કેસ સામે આવી ચુક્યા છે. કેરળમાં પણ કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે. રાજ્યમાં આજે 28 નવા કેસ સામે આવી ચુક્યા છે. આ પ્રકારે રાજ્યમાં કોરોનાના કુલ 94 કેસ સામે આવી ચુક્યા છે.
આઇસીએમઆરે પોતાના અપડેટમાં જણાવ્યું કે, કોરોના વાયરસની તપાસ માટે સોમવારે સવારે 10 વાગ્યા સુધી 17, 493 લોકોમાંથી લેવાયેલા કુલ 18,383 સેમ્પલની તપાસ કરવામાં આવી ચુકી છે. કોલકાતામાં કોરોનાને કારણે પહેલો મોતનો કિસ્સો સામે આવ્યો છે. 55 વર્ષના કોરોના પોઝિટિવ દર્દીઓએ સોમવારે અંતિમ શ્વાસ લીધો. મુંબઇમાં કોરોના વાયરસના કારણે એક વ્યક્તિનું મોત થઇ ચુક્યું છે. 68 વર્ષીય દર્દી ફિલીપીંસનો નાગરિક હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સંખ્યા 89 થઇ ચુકી છે. આજે 15 નવા કેસ સામે આવ્યા છે. કોરોના પીડિત દર્દીઓની સંખ્યામાં મહારાષ્ટ્ર દેશમાં પહેલા નંબર પર છે.
કોરોના વાયરસ ને પગલે સિનિયર સિટીઝનો ને મદદ પોહચાડી રહી છે પોલીસની SHE TEAM
ગાઝીયાબાદના કોશાંબી વિસ્તારમાં રહેરાના એક ડોક્ટરમાં કોરોનાની પૃષ્ટી થઇ છે. તેમને દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં કરાવાયો છે. મળતી માહિતી અનુસાર દર્દી 3 દિવસ પહેલા ફ્રાંસથી પરત ફર્યા હતા. કોરોના વાયરસનાં કારણે સમગ્ર પંજાબમાં કર્ફ્યું લગાવી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આ આદેશ જાહેર કર્યો છે. મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે સવારના સમયે બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે લોકોની વધી રહેલી ભીડને જોઇને તેને ફરીથી ચાલુ કરી દેવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે