બ્લાસ્ટે મારી પત્નીને છીનવીને મને એકલો કરી દીધો, 17 છરા તેના શરીરના આરપાર થઈ ગયા હતા

અમદાવાદમાં 2008 ના સિરિયલ બૉમ્બ બ્લાસ્ટે ઘણા લોકોને આજીવન વીસરે નહિ તેવા ડામ આપ્યા છે. કોઈએ પતિ વિના, તો કોઈએ પિતા, તો કોઈને ભાઈ બહેનનો જીવનભરનો સાથ ગુમાવવો પડ્યો છે. આજે આ તમામ આંખો ન્યાયની માંગણી કરી રહી છે. 28 જુલાઈ 2008 ના દિવસે ખાડિયામાં પણ 8 મીટરના અંતરે એક પછી એક 2 બૉમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં સેન્ડવીચની લારી ચલાવતા જગદીશભાઈએ તેમની પત્ની ગુમાવી હતી. 22 વર્ષથી એકમેકના સુખદુઃખના સાથી રહી ચૂકેલા જગદીશભાઈ આજે પણ જ્યારે પોતાની પત્નીની તસવીર જુએ છે ત્યારે આંખો ભીની થઇ જાય છે. એક ઘટનાએ તેમનો હસતોરમતો પરિવાર વેરવિખેર કરી નાંખ્યો.
બ્લાસ્ટે મારી પત્નીને છીનવીને મને એકલો કરી દીધો, 17 છરા તેના શરીરના આરપાર થઈ ગયા હતા

સપના શર્મા/અમદાવાદ :અમદાવાદમાં 2008 ના સિરિયલ બૉમ્બ બ્લાસ્ટે ઘણા લોકોને આજીવન વીસરે નહિ તેવા ડામ આપ્યા છે. કોઈએ પતિ વિના, તો કોઈએ પિતા, તો કોઈને ભાઈ બહેનનો જીવનભરનો સાથ ગુમાવવો પડ્યો છે. આજે આ તમામ આંખો ન્યાયની માંગણી કરી રહી છે. 28 જુલાઈ 2008 ના દિવસે ખાડિયામાં પણ 8 મીટરના અંતરે એક પછી એક 2 બૉમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં સેન્ડવીચની લારી ચલાવતા જગદીશભાઈએ તેમની પત્ની ગુમાવી હતી. 22 વર્ષથી એકમેકના સુખદુઃખના સાથી રહી ચૂકેલા જગદીશભાઈ આજે પણ જ્યારે પોતાની પત્નીની તસવીર જુએ છે ત્યારે આંખો ભીની થઇ જાય છે. એક ઘટનાએ તેમનો હસતોરમતો પરિવાર વેરવિખેર કરી નાંખ્યો.

કિસ્સો-1
તે દિવસે સાંજના સમયે રોજની જેમ જગદીશભાઈ કડિયાના પત્ની દુકાને મદદ કરવા પહોંચ્યા હતા. 20 મીટરના અંતરે કેળાની લારી નજીક બ્લાસ્ટ થતા જગદીશભાઈ ઘટના સ્થળે પહોંચવા દોટ મૂકી હતી. એટલામાં તેમની સેન્ડવીચની લારી પાસે જ્યાં તેમના પત્ની હતા ત્યાં જ બીજો બ્લાસ્ટ થયો હતો. તેમના પત્નીના શરીરને 17 છરા આરપાર થઈ ગયા હતા. એક છરી કાળજે વાગતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. 

નફરતની આગના પરિણામે આજે જગદીશભાઈ એકલવાયાનું જીવન ગુજારવા મજબૂર છે. પણ બીજી તરફ તેમણે માનવતાની મહેંક પણ ફેલાવી છે. તેમને તે સમયે મળેલી સરકારી સહાયનો ઉપયોગ પોતાના નજીવો અને ધાર્મિક સંસ્થાઓમાં મદદ કરીને કર્યો છે. તેઓ ન્યાયની માંગણી કરી રહ્યા છે કે તમામને ફાંસીની સજા આપવામાં આવે જેથી આવી ઘટનાનું પુનરાવતર્ન નહીં થાય.

આ પણ વાંચો : બ્લાસ્ટને કારણે અમદાવાદનો નક્શો બદલાયો હતો, પણ નરેન્દ્ર મોદી પોતાની ચિંતા કર્યા વગર ઘટનાસ્થળે ગયા હતા
 
કિસ્સો-2
અમદાવાદના સિરિયલ બ્લાસ્ટમાં અનેક લોકોને ઇજા પહોંચી હતી અને નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે જે ઈજાગ્રસ્ત પૈકીના એક ઈજાગ્રસ્ત હતા રમણલાલ માળી. ચુકાદા વિશે વાત કરતા રમણલાલ માળીએ એ કાળા દિવસ ને યાદ કર્યો હતો અને આરોપીને ફાંસી ની સજા થાય એવી આશા વ્યક્ત કરી હતી.

કિસ્સો-3
વર્ષ 2008 ના અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ ના ચુકાદા ના દિવસે પૂર્વ ગૃહમંત્રી એવા પ્રદીપસિંહ જાડેજા એ જણવ્યું હતું કે. બનાવના દિવસે અમે પણ સિવિલ ખાતે સેવા કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે ટ્રોમા ખાતે બ્લાસ્ટ થયો હતો. 26 જુલાઈ 2008 મા અમદાવાદ શહેરમાં આતંકવાદીઓ દ્વારા નિદોષ નાગરિકો મારવાનું ષડ્યંત્ર બનાવ્યું હતું. આ પ્રયાસને કારણે કેટલાક લોકો ઈજા થઇ હતી. એ સમયે હું અસારવાનો ધારાસભ્ય હતો. એ સમયે હું સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પહોંચ્યો હતો સારવાર મદદ કરતા ત્યારે ટ્રોમા સેન્ટર ખાતે બ્લાસ્ટ થયો હતો. સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને ઈજાગ્રસ્ત મૃત્યુ પામ્યા હતા. એ વખતે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સ્થળ પર આવીને મુલાકાત કરી હતી. નરેન્દ્ર મોદી મુલાકાત ન લેવાની સલાહ આપી હતી તેમ છતાં તેઓએ ઘટના સ્થળની મુલાકત લીધી હતી. એ વખતે અમિત શાહ ગૃહમંત્રી સમગ્ર મામલે ચિતા કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news