જગતના નાથનું મામેરુ: 50 હજારના વાઘા, સોનાના ઢોળવાળો દોઢ કિલોનો હાર

142મી રથયાત્રાને પગલે ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં તૈયારીઓ ચાલુ કરી દેવાઇ છે. આજે સરસપુર રણછોડરાય મંદિરમાં મોસાળુ ભાવીકોનાં દર્શનાર્થે મુકવામાં આવ્યુ હતું. મામેરાના દર્શન માટે ભક્તોએ લાંબી લાઇન લગાવી હતી. આ મામેરામાં સોનાનો ઢોળ ચડાવેલ દોઢ કિલોનો હાર, સોનાની 3 વીંટી અને ત્રણ દોરા ચડાવવામાં આવ્યા છે. રવિવારે સાંજે 4થી રાત્રે 09.30 વાગ્યા સુધી ભાણેજોને ફળનો મનોરથ કરવામાં આવશે. 
જગતના નાથનું મામેરુ: 50 હજારના વાઘા, સોનાના ઢોળવાળો દોઢ કિલોનો હાર

અમદાવાદ : 142મી રથયાત્રાને પગલે ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં તૈયારીઓ ચાલુ કરી દેવાઇ છે. આજે સરસપુર રણછોડરાય મંદિરમાં મોસાળુ ભાવીકોનાં દર્શનાર્થે મુકવામાં આવ્યુ હતું. મામેરાના દર્શન માટે ભક્તોએ લાંબી લાઇન લગાવી હતી. આ મામેરામાં સોનાનો ઢોળ ચડાવેલ દોઢ કિલોનો હાર, સોનાની 3 વીંટી અને ત્રણ દોરા ચડાવવામાં આવ્યા છે. રવિવારે સાંજે 4થી રાત્રે 09.30 વાગ્યા સુધી ભાણેજોને ફળનો મનોરથ કરવામાં આવશે. 

પહેલીવાર ‘ગ્રીન મેન્ટર્સ કોન્ફરન્સ 2019’નું આયોજન કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજાયું
કાનજી પટેલને 20 વર્ષ પછી મામેરુ કરવાની તક મળી
આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરુ કરવાની તક શાહીબાગમાં રહેતા કાનજી પટેલને મળી છે. તેમણે 20 વર્ષ અગાઉ ભગવાનનાં મામેરા માટે નામ નોંધાવ્યું હતું. જો કે 20 વર્ષ જેટલી લાંબી રાહ જોયા બાદ પટેલ પરિવારને આ સદનસીબ પ્રાપ્ત થયું છે. આ મામેરા પાછળ આશરે 10 લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે. 

પાટણ : મહિલા દર્દીઓ સાથે કામલીલા કરતા તબીબ પિતા-પુત્રનો અશ્લીલ Video વાઈરલ થયા
યતીન પટેલ મુગટથી લઇ પીછવાઇ સહિત ભગવાનનાં વાઘા બનાવ્યા
આ મામેરા માટે ભગવાનનાં વાઘા ઘી કાંટામાં રહેતા યતીન પટેલ બનાવ્યા છે. ભગવાનના વાઘામાં મુગટ, પીછવાઇ, પાથરણુ, ધોતી, ખેસ, બખ્તર વગેરે છે. વાઘા બનાવતા તેમને 35 દિવસ થયા હતા. આશરે 50 હજારના વાઘા ભગવાનને અર્પણ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news