12 સાયન્સ- ગુજકેટની પરીક્ષાના પરિણામની તારીખ જાહેર, આ દિવસે આટલા વાગે જોવા મળશે રિઝલ્ટ

ધોરણ 12 સાયન્સ બાદ ડિગ્રી એન્જીનીયરીંગ તેમજ ડિગ્રી / ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ગુજકેટની પરીક્ષા ફરજિયાત છે. ગુજકેટ 2022 ની પરીક્ષા સાયન્સના એ, બી અને એબી ગ્રુપના વિદ્યાર્થીઓએ આપી હતી

12 સાયન્સ- ગુજકેટની પરીક્ષાના પરિણામની તારીખ જાહેર, આ દિવસે આટલા વાગે જોવા મળશે રિઝલ્ટ

અતુલ તિવારી, અમદાવાદ: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યભરમાંથી 95,982 રેગ્યુલર તેમજ 11,984 રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રાવાહની 8 એપ્રિલે પરીક્ષાઓ પૂર્ણ થઈ હતી. ત્યારે 18 એપ્રિલે રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. ધોરણ- 12 વિજ્ઞાન પ્રવાહની માર્ચ-એપ્રિલ 2022 માં લેવાયેલ પરીક્ષા અને ગુજકેટ- 2022 નું પરિણામ તારીખ 12/05/2022 ના રોજ સવારે 10:00 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ધોરણ 12 સાયન્સ બાદ ડિગ્રી એન્જીનીયરીંગ તેમજ ડિગ્રી / ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ગુજકેટની પરીક્ષા ફરજિયાત છે. ગુજકેટ 2022 ની પરીક્ષા સાયન્સના એ, બી અને એબી ગ્રુપના વિદ્યાર્થીઓએ આપી હતી. રાજ્યભરમાં 5,461 બ્લોકમાં યોજાનાર પરિક્ષામાં 1,07,694 વિદ્યાર્થીઓ પરિક્ષા માટે નોંધાયાં હતા. અમદાવાદ શહેરના 9,189 જ્યારે અમદાવાદ ગ્રામ્યના 4,983 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ગુજકેટમાં ભૌતિક, રસાયણ, જીવ વિજ્ઞાન અને ગણિતના વિષયના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. સવારે 10 થી 12 દરમિયાન ભૌતિક અને રસાયણ વિજ્ઞાનનું 40 - 40 માર્કના 120 મિનિટનું સંયુક્ત પેપર લેવાયું હતું. ભૌતિકશાસ્ત્રના 1 માર્કના 40 પ્રશ્નો અને રસાયણશાસ્ત્રમાં પણ 1 માર્કના 40 પ્રશ્નો પુછાયા હતા. જીવવિજ્ઞાનની 60 મિનિટમાં 40 માર્કની પરીક્ષા લેવાઈ હતી, એક-એક માર્કના 40 પ્રશ્નો પુછાયા હતા. ગણિતની 60 મિનિટમાં 40 માર્કની પરીક્ષા લેવાઈ હતી, એક-એક માર્કના 40 પ્રશ્નો પુછાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news