ટીકરના નાના રણમાં 12 જેટલા પદયાત્રીઓ ફસાયા, બચાવ કામગીરી થઇ શરૂ
આ રણના આજુબાજુના ગામડાઓના સેવાભાવી લોકોને યાત્રીઓ ફસાયા હોવાની જાણ થતા મોટી સંખ્યામાં સેવાભાઓ મદદ કરવા માટે પહોચ્યાં હતા.
- ટીકરના નાના રણમાં દસથી બાર પદયાત્રી ફસાયા
- કચ્છના આડેસરથી ચોટીલા જતા હતા યાત્રીઓ
- સ્થાનિક લોકોએ શરૂ કરી બચાવ કામગીરી
Trending Photos
હિમાંશુ ભટ્ટ/મોરબી: ટીકરના નાના રણમાં ચોટીલા પગપાળા જતા યાત્રીઓ ફસાયા હતા. આ રણના આજુબાજુના ગામડાઓના સેવાભાવી લોકોને યાત્રીઓ ફસાયા હોવાની જાણ થતા મોટી સંખ્યામાં સેવાભાઓ મદદ કરવા માટે પહોચ્યાં હતા. સેવાભાવી લોકો દ્વારા કાળઝાળ ગરમીમાં ફસાયેલા લોકોને પાણીની વ્યવસ્થા પૂરી પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સ્થાનિક અધિકારીઓને કરાઇ જાણ
ટીકરમાં નાના રણમાં માતાના શ્રદ્ધાળુંઓ પદયાત્રા કરીને કચ્છાના આડેસરથી ચોડીલા માતાજીના દર્શન કરવા માટે જઇ રહ્યા હતા તે દરમિયાન ફસાઇ ગયા હતા. સ્થાનિકોએ તેમને પાણી પહોચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તથા ટીકરના મહિલા સરપંચના પતિ સહિતના લોકો દ્વારા રાહત કામગીરી માટે રણમાં જવા રવાના થયા હતા. બચાવ કામગીરી કરી રહેલા લોકોએ સ્થાનિક અધિાકરીઓને જાણ કરતા અધિકારીઓ પણ સ્થળ પર જવા રવાના થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે