અમદાવાદમાં નવા 11 માઇક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર
શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસ (corona virus)ના કેસની સંખ્યા ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં નવા 162 કેસ સામે આવ્યા છે.
Trending Photos
અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસ (corona virus)ના કેસની સંખ્યા ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં નવા 162 કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન 8 લોકોના મૃત્યુ થયા છે. તો હવે અમદાવાદ મહાનગર પાલિકાએ માઇક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારને પણ અપડેટ કર્યાં છે. આજે નવા 11 કન્ટેઈનમેન્ટ વિસ્તારનો
ઉમેરો કરવામાં આવ્યો છે. આ સાથે શહેરમાં કુલ માઇક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારની સંખ્યા 110 થઈ ગઈ છે.
અમદાવાદ શહેરમાં નવા કન્ટેઈનમેન્ટ ઝોનની વિગત
અમદાવાદ ઈસ્ટમાં 15 ન્યૂ કર્ણાવતી નગર, ભાઈપુરા, છિપાની ચાલી, રાજપુરને કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. તો સાઉથની વાત કરવામાં આેવ તો, પુનિતનગરમાં સી 29, સી 220 થી 245, અને સહજાનંદ સોસાયટી સીટીએમને કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. સેન્ટ્રલમાં જૂલી એપાર્ટમેન્ટ અને વેસ્ટ અને સાઉથ વેસ્ટમાં નવા વિસ્તારોનો કન્ટેઈનમેન્ટ ઝોનમાં ઉમેરો કરવામાં આવ્યો છે.
અમદાવાદ જિલ્લામાં કોરોનાની સ્થિતિ
અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 21 હજાર 892 કેસ સામે આવ્યા છે. તો અત્યાર સુધી 1485 દર્દીઓના મૃત્યુ થયા છે. સારવાર બાદ કુલ 16,829 દર્દીઓ સાજા થયા છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે