ભારતમાં Ban થઈ 40 વેબસાઇટ, રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓના કારણે લાદવામાં આવ્યો પ્રતિબંધ

દેશની સામે દેશની વિરુદ્ધ ઝુંબેશ ચલાવતી 40 વેબસાઇટ્સ પર ભારત સરકાર નજર પડી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તાત્કાલિક અસરથી 40 વેબસાઇટ્સ (Websites) પર પ્રતિબંધ (Banned) મૂકવાનો નિર્ણય લીધો છે. પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) સાથે જોડાયેલી 40 વેબસાઇટ્સ પર અલગતાવાદી પ્રવૃત્તિઓનું સમર્થન કરવા માટે સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે રવિવારે આ માહિતી આપી હતી.

ભારતમાં Ban થઈ 40 વેબસાઇટ, રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓના કારણે લાદવામાં આવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: દેશની સામે દેશની વિરુદ્ધ ઝુંબેશ ચલાવતી 40 વેબસાઇટ્સ પર ભારત સરકાર નજર પડી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તાત્કાલિક અસરથી 40 વેબસાઇટ્સ (Websites) પર પ્રતિબંધ (Banned) મૂકવાનો નિર્ણય લીધો છે. પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) સાથે જોડાયેલી 40 વેબસાઇટ્સ પર અલગતાવાદી પ્રવૃત્તિઓનું સમર્થન કરવા માટે સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે રવિવારે આ માહિતી આપી હતી.

ખાલિસ્તાન સમર્થક જૂથની છે આ તમામ વેબસાઇટ
યુએસ સ્થિત શિખ ફોર જસ્ટિસ (SFJ) એક ખાલિસ્તા સમર્થક જૂથ છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, 'ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ), 1967 હેઠળ શીખ ફોર જસ્ટિસ (SFJ) ગેરકાયદેસર સંસ્થા છે. તેમણે તેમના હેતુ માટે સમર્થકોની નોંધણી કરવા માટે એક ઝુંબેશ શરૂ કરી હતી. ગૃહ મંત્રાલયની ભલામણ પર, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MEITY)એ માહિતી ટેકનોલોજી અધિનિયમ, 2000ની કલમ 69A હેઠળ એસએફજેની 40 વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.

ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MEITY) એ ભારતમાં સાયબર સ્પેસને મોનિટર કરવા માટેની નોડલ એજન્સી છે. ગત વર્ષે ગૃહ મંત્રાલયે એસએફજે પર દેશ વિરોધી પ્રવૃત્તિના આક્ષેપ પર પ્રતિબંધ મૂક્યો હતો.

એસએફજેએ તેના અલગાવવાદી એજન્ડા હેઠળ શીખ લોકમત સંગ્રહ પર ભાર મૂક્યો હતો. અન્ય એક અધિકારીએ કહ્યું કે આ સંગઠન ખાલિસ્તાનના ઉદ્દેશ્યને ખુલ્લેઆમ સમર્થન આપે છે અને આમ કરવાથી ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને પડકારવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news