Big Breaking : ગુજરાતમાં આવતીકાલથી માસ્ક ન પહેરનાર પાસેથી 1000નો દંડ વસૂલાશે

ગુજરાતીઓ માટે મોટા અપડેટ સામે આવ્યા છે. ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ તહેવાર આવતા હોય છે. આવામાં વધુને વધુ લોકો બહાર નીકળતા હોય છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે કે, રાજ્યમાં આવતીકાલથી માસ્ક નહિ પહેરનાર વ્યકિત પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી છે. 

Big Breaking : ગુજરાતમાં આવતીકાલથી માસ્ક ન પહેરનાર પાસેથી 1000નો દંડ વસૂલાશે

હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતીઓ માટે મોટા અપડેટ સામે આવ્યા છે. ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ તહેવાર આવતા હોય છે. આવામાં વધુને વધુ લોકો બહાર નીકળતા હોય છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે કે, રાજ્યમાં આવતીકાલથી માસ્ક નહિ પહેરનાર વ્યકિત પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી છે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માસ્કનો દંડ વધરાવાની જાહેરાત કરતા જણાવ્યું  કે, રાજ્યની વડી અદાલતે આપેલા ચુકાદાનો રાજ્યમાં આવતીકાલથી અમલ કરવામાં આવશે. રાજ્યમાં આવતીકાલ એટલે કે 11 ઓગસ્ટ, મંગળવારથી જાહેરમાં માસ્ક ન પહેરનારા વ્યક્તિઓને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. મારી ગુજરાતના સૌ નાગરિકોને અપીલ છે કે, આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોમાં બહાર નીકળીને ભીડભાડ ના કરે. કેમકે કોરોના સંક્રમણ આવી ભીડભાડથી વ્યાપક રીતે ફેલાય છે  તેથી આવા સંક્રમણને અટકાવવા સૌ નાગરિકો ઘરમાં જ રહીને તહેવારો ઉજવે. કોરોનાને નિયંત્રિત કરવું આપણા હાથમાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news