10 વર્ષ બાદ પાલનપુરમાં થશે આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણી, તૈયારીઓ શરૂ

આગામી 26 જાન્યુઆરીએ બનાસકાંઠાના પાલનપુરમાં યોજાનારા રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણીને લઈ વહીવટી તંત્ર દ્વારા પુરજોશમાં તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે. જેને લઇ બનાસકાંઠા કલેકટર સંદીપ સાંગલે દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં કલેકટર જણાવ્યું હતું કે 10 વર્ષ બાદ બનાસકાંઠામાં રાજ્ય કક્ષાનો ધ્વજવંદન કાર્યકર્મ યોજાઈ રહ્યો છે.
 

10 વર્ષ બાદ પાલનપુરમાં થશે આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણી, તૈયારીઓ શરૂ

અલ્કેશ રાવ/બનાસકાંઠા: આગામી 26 જાન્યુઆરીએ બનાસકાંઠાના પાલનપુરમાં યોજાનારા રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણીને લઈ વહીવટી તંત્ર દ્વારા પુરજોશમાં તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે. જેને લઇ બનાસકાંઠા કલેકટર સંદીપ સાંગલે દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં કલેકટર જણાવ્યું હતું કે 10 વર્ષ બાદ બનાસકાંઠામાં રાજ્ય કક્ષાનો ધ્વજવંદન કાર્યકર્મ યોજાઈ રહ્યો છે.

આ રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ પાલનપુરની રામપુરા ચોકડી ખાતેના મેદાનમાં યોજાશે તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો હેરિટેજ જાંખી જેવા કાર્યક્રમો શહેરની જુદી જુદી જગ્યાએ યોજાશે. પાલનપુર હેડ કવાર્ટર ખાતે પોલીસ તેમજ બીએસએફ દ્વારા અદ્યતન શસ્ત્ર પ્રદર્શન રાખવામાં આવ્યું છે. જેનું પ્રભારી મંત્રી અને પ્રભારી સચિવ પણ મોનીટરીંગ કરી રહ્યા છે.

દાંડીમાં કરોડોના ખર્ચે તૈયાર થશે ગાઁધી સ્મારક, PM મોદી કરશે લોકાપર્ણ

19 જેટલા ખાત મુહૂર્ત પણ મુખ્યમંત્રી કરવાના છે જેમાં 196 કરોડના કામો કરાશે. ગુજરાતની અસ્મિતા દર્શાવતી ઝાંખી અને મુશાયરાનું પણ આયોજન કરાયું છે. વિસરાઈ ગયેલી રમતોની સ્પર્ધા રાખવામાં આવી છે. જેમાં જાહેર જનતા ભાગ લઈ શકશે. ત્યારે હાલ પ્રજા સત્તાદિનની ઉજવણીને લઈ વહીવટી તંત્ર દ્વારા પુરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news