ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ પ્રથમ દિવસે કરેલી મુખ્ય વાતો

ગુજરાતનો વેપારી હોડી લઈને દુનિયામાં વેપાર કરતો આવ્યો છેઃ મોદી 

ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ પ્રથમ દિવસે કરેલી મુખ્ય વાતો

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા હતા. પ્રથમ દિવસે તેમણે ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મુક્યો હતો. અમદાવાદ ખાતે તેમણે રૂ.750 કરોડના ખર્ચે નવનિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર દેશને સમર્પિત કર્યું હતું. ત્યાર બાદ તેમણે રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ અનેક અવનવી વાતો જણાવી હતી.

- ગુજરાતની વેપાર સૂઝ દુનિયાભરમાં પ્રખ્યાત છે અને એટલે જ તમે દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ ત્યાં તમને ગુજરાતી અવશ્ય જોવા મળે છે. 
- વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો દેશનો સૌથી મોટો ટ્રેડ શો અને દુનિયાના વેપારીઓ માટે બિઝનેસની સુંદર તક વધારતો શો છે. 
- સરદાર પટેલ સુશાસનની સાથે સ્વચ્છતા અને જન આરોગ્ય માટે પણ સક્રિય હતા. જે શહેરથી સરદાર પટેલે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી, તે શહેરમાં આવી હોસ્પિટલને જોઈને સરદાર સાહેબના આત્માને શાંતિ મળશે.
- આ હોસ્પિટલમાં આયુષમાન ભારત યોજના અંતર્ગત દરેક બિમારીઓનો ઈલાજ કરાશે. 

- દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઓછા ખર્ચે સ્વાસ્થ્ય સેવા મળે તે માટે જેનરીક દવાઓ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. 
- 10 ટકા આર્થિક અનામતની વ્યવસ્થા અન્ય કોઈપણ અનામતને હાથ લગાવ્યા વગર લાગૂ કરાઈ છે. આ વર્ષથી જ અનામતનો લાભ દેશની 40 હજાર કોલેજોમાં મળશે.
- પીએમ નરેંદ્ર મોદીએ કેમ છો? કહીને ભાષણની શરૂઆત કરતા કહ્યું કે, શોપિંગ ફેસ્ટિવલનો વિચાર આવવો એ જ મોટું હિંમતનું કામ છે.
- અમદાવાદના બદલાયેલા મિજાજને સલામ, જેને સમજણ ના પડે એના માટે સમય બગાડવાનું જરૂર નથી.
- વેપાર માટે છેલ્લા ચાર વર્ષોમાં નિયમોને ઘણા હળવા કર્યા જેના લીધે 'ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ'માં દુનિયામાં ૧૪૪ નંબરથી આજે ૭૦ નંબરે પહોંચ્યા છીએ.
- ગુજરાતની ઓળખ વેપારની હતી, હવે ગુજરાતની ઓળખ ઉત્પાદક તરીકેની બની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news