સુરતમાં અનોખી પહેલ, રોડ અકસ્માતમાં ઘાયલને હોસ્પિટલ પહોંચાડો અને 1 લાખ મેળવો

Surat News : અકસ્માત બાદ વધુમાં વધુ લોકોના જીવ  બચે તે માટે સુરત ટ્રાફિક પોલીસની અનોખી પહેલ..... ઇજાગ્રસ્તને એક કલાકમાં હોસ્પિટલ પહોંચાડનારને 1 લાખ રૂપિયા સુધીનું ઈનામ અને એવોર્ડ આપવાની જાહેરાત....

સુરતમાં અનોખી પહેલ, રોડ અકસ્માતમાં ઘાયલને હોસ્પિટલ પહોંચાડો અને 1 લાખ મેળવો

Surat News ચેતન પટેલ/સુરત : સુરત ટ્રાફિક પોલીસે એક અનોખી પહેલ કરી છે. દિવસેને દિવસે વધી રહેલા અકસ્માતો વચ્ચે વધુ લોકોના જીવ બચે તે માટે આ પહેલ શરૂ કરાઈ છે. જેમાં શહેરમાં અકસ્માત બાદ ઈજાગ્રસ્તને સમયસર હોસ્પિટલ પહોંચાડનાર વ્યક્તિને ઇનામ આપી સન્માનિત કરાશે. એક કલાકની અંદર ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડનારને ટ્રોફી અને એક લાખ સુધીનું સરકરી ઇનામ આપવાની જાહેરાત કરાઈ છે. ‘GOOD SAMARITAN AWARD’ થકી ઇનામ આપવામાં આવશે. 

દિવસેને દિવસે રોડ અકસ્માતો વધી રહ્યાં છે. આવામાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. પરંતું આજકાલ લોકો આ કડાકૂટમાં પડતા નથી, અને પોતાના કામથી કામ રાખે છે. ઈજાગ્રસ્તોનો ફોટો વીડિયો લે છે, શેર કરે છે, પરંતું 108 પર ફોન કરવાની પણ તસ્દી લેતા નથી. આ કારણે અકસ્માતે ભેટનાર વ્યક્તિને મોત મળે છે. આવુ ન થાય તે માટે સુરત ટ્રાફિક પોલીસે નવો અભિગમ અપનાવ્યો છે. ઈજાગ્રસ્તને બચાવવા સુરતના તમામ જિલ્લામાં સ્કીમ ઓફ ગ્રાંટ ઓફ એવોર્ડ ટુ ધ ગુડ સમરિટન હાલમાં અમલમાં કરાઈ છે.

આ સ્કીમ મુજબ, વાહનચાલકોમાં જાગૃતિ લાવવા માટે ટ્રાફિક પોલીસે પ્રેસનોટ જારી કરી છે, જે માટે ટ્રાફિક પોલીસનો હેલ્પલાઈન વોટસએપ નં-74340-95555 પર સંપર્ક કરી જાણ કરવાની રહેશે. વધુમાં જે વ્યક્તિ અકસ્માતમાં કોઈનો જીવ બચાવી સારી કામગીરી કરશે તેમને સરકાર તરફથી ગુડ સમરિટન એવોર્ડ અંતર્ગત 1 લાખ સુધીની રોકડનું ઈનામ અને ટ્રોફી તેમજ સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરાશે. આ માટે એક પ્રોસેસ ફોલો કરવી પડશે. 

1 ડોકટર પાસેની વિગતો ખરાય કર્યા પછી પોલીસ સત્તાવાર લેટરપેડ પર ગુડ સમરિટનનું નામ, તેનો મોબાઇલ નંબર અને સરનામું, સ્થળ, તારીખ, અને ઘટનાનો સમય અને કેવી રીતે ગુડ સમરિટન છે તેનો ઉલ્લેખ કરી જિલ્લા સ્તરની મૂલ્યાંકન સમિતિને આ સાથે નિયત કરેલા નમૂનામાં મોકલી આપવા પડશે.
2 પોલીસ સ્ટેશન તરફથી સંદેશાની પ્રાપ્તિ પર, જિલ્લા મેજીસ્ટ્રેટના અધ્યક્ષપણા હેઠળની જિલ્લા સ્તરની મૂલ્યાંકન સમિતિ માસિક ઘોરણે દરખાસ્તોની સમીક્ષા કરશે અને મજૂર કરશે.
3 રાજ્યની રોડ સેફટી ઓથોરિટીને આ લિસ્ટ જરૂરી ચુકવણી માટે મોકલવાના રહેશે.
4 પસંદ કરેલા ગુડ સમરિટન માટે રોડ સેફટી કમિશનરની કચેરી દ્વારા સીધા તેમના બેંક ખાતામાં ઓનલાઇન ચુકવણી કરવામાં આવશે.

અમદાવાદમાં દિવસે પણ દોડે છે ભારે વાહનો
તો બીજી તરફ, અમદાવાદ શહેરમાં બેફામ મોતના ડમ્પર દોડી રહ્યા છે. નિયમોને નેવે મૂકીને ખુલ્લેઆમ ભારે વાહનો રસ્તા વચ્ચે દોડી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં સવારે 9 થી રાત્રે 11 વાગ્યા સુધી તમામ ભારે વાહન પર પ્રતિબંધ છે. છતાં આ ભારે વાહનો મંજૂરી વગર દિવસે બેરોકટોક દોડી રહ્યા છે. શું અમદાવાદના ટ્રાફિક પોલીસને અમદાવાદમાં દોડતા ભારે વાહન નથી દેખાતા. માતેલા સાંઢની જેમ જતાં આવા ભારે વાહનો ટ્રાફિક પોલીસને પણ દેખાતા નથી. જો સામાન્ય માણસ ટ્રાફિક નિયમ તોડે તો ઘરે ઈ-મેમો આવી જાય છે. ત્યારે આ માતેલા સાંઢની જેમ દોડતા ભારે વાહનો CCTVમાં દેખાતા હોવા છતાં પોલીસ તેમને પકડતી નથી કે દંડ કરતી નથી. આવા ભારે ટ્રક કે ટ્રેલર વાર-તહેવારે લોકોના જીવ લે છે. તેમ છતાં નઘરોળ તંત્ર અને પોલીસ કેમ કોઈ કાર્યવાહી કરતી નથી ? શું એવા મોટા કોંન્ટ્રાક્ટર છે જેમના આવા માતેલા સાંઢ જેવા ભારે વાહનો પોલીસ નથી પકડતી કે નથી રોકી શક્તી?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news