દિલ્હીના વિભિન્ન સુંદર સ્થળો પર કરવામાં આવ્યું મેડ ઇન હેવનનું શૂટિંગ!

અમેઝોન પ્રાઇમ વીડિયો ઓરિજનલની આગામી વેબ સિરિઝ ''મેડ ઇન હેવન''નું ટ્રેલર અત્યાર સુધીના રિલીઝ થયેલા કંટેંટ દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. સિરિઝમાં બતાવવામાં આવેલા સુંદર અને શાનદાર લગ્નની ચમકે પ્રશંસકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી લીધું છે. અમેઝોન પ્રાઇમ વીડિયો ઓરિજનલની આગામી વેબ સિરિઝ 'મેડ ઇન હેવન'ની સાથે ટ્રેલરના રિલીઝ સાથે આ વર્ષે લગ્નની સીઝન થોડી જલદી આવી ગઇ છે, જે એક્સલ એંટરટેનમેંટ દ્વારા નિર્મિત છે.
દિલ્હીના વિભિન્ન સુંદર સ્થળો પર કરવામાં આવ્યું મેડ ઇન હેવનનું શૂટિંગ!

મુંબઇ: અમેઝોન પ્રાઇમ વીડિયો ઓરિજનલની આગામી વેબ સિરિઝ ''મેડ ઇન હેવન''નું ટ્રેલર અત્યાર સુધીના રિલીઝ થયેલા કંટેંટ દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. સિરિઝમાં બતાવવામાં આવેલા સુંદર અને શાનદાર લગ્નની ચમકે પ્રશંસકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી લીધું છે. અમેઝોન પ્રાઇમ વીડિયો ઓરિજનલની આગામી વેબ સિરિઝ 'મેડ ઇન હેવન'ની સાથે ટ્રેલરના રિલીઝ સાથે આ વર્ષે લગ્નની સીઝન થોડી જલદી આવી ગઇ છે, જે એક્સલ એંટરટેનમેંટ દ્વારા નિર્મિત છે.

જોયા અખ્તર અને રીમ કાગતી દ્વારા રચિત 'મેડ ઇન હેવન'માં બે વેડિંગ પ્લાનરને જીંદગી સાથે રૂબરૂ કરાવવામાં આવશે જે શાનદાર ભારતીય લગ્નની પાછળ છુપાયેલી કડવી વાસ્તવિકતાથી રૂબરૂ કરાવતાં જોવા મળશે. સટીક વિવરણ સાથે ઘણા સેટ અપ રજૂ કરતાં શોમાં થનાર લગ્નને દર્શકો વચ્ચે ખૂબ ઉત્સુકતા ઉભી કરી દીધી છે. દિલ્હીમાં ઘણા સ્થળો પર શૂટ કરવામાં આવેલી 'મેડ ઇન હેવન પરફેક્ટ વેડિંગનું યોગ્ય વર્ણન રજૂ કરે છે. 

જોયા અખ્તર, નિત્યા મહેરા, અલંકૃતા શ્રીવાસ્તવ અને પ્રશાંત નાયરની સાથે રીમા કાગતીએ લગ્નના વિભિન્ન પાસાઓને પ્રદર્શિત કરવા માટે સહયોગ કર્યો છે. શોભિતા ધુલિપાલા અને તારા ખન્નાની સાથે, અર્જુન માથુર અને કડવા મિજાજવાળા કરણ મહેરા અભિનીત, મેડ ઇન હેવનમાં વેડિંગ પ્લાનર્સની જીવની રજૂ કરવામાં આવશે. 

કબીર બસરાઇના રૂપમાં શશાંક અરોરા, જૈનના રૂપમાં શિવાની રઘુવંશી, ફૈજા નકવીના રૂપમાં કલ્કિ કોચલિન અને આદિલ ખન્નાના રૂપમાં જિમ સર્ભ જેવા દમદાર સપોર્ટિગ કાસ્ટ સાથે શોમાં પાવર પેક પ્રદર્શન કરતા જોવા મળશે. 

એક્સેલ એંટરટેનમેંટના બેનર હેઠળ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર દ્વારા નિર્મિત તથા જોયા અખ્તર અને રીમા કાગતી દ્વારા રચિત, અમેઝોન પ્રાઇમ વીડિયો ઓરિઝનની આગામી સિરિઝ 8 માર્ચ 2019ના રોજ રિલિઝ થવા માટે તૈયાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news