આ કારણે જીનત અમાન પતિના અંતિમ સંસ્કારમાં નહોતી ગઈ, કારણ જાણી તમે ચોંકી જશો

Zeenat Aman Birthday Special: એ અભિનેત્રી એ સમયમાં લાગતી હતી સૌથી હોટ. દરેક અભિનેતાની કહેવાતી હતી પહેલી પસંદ. મોટા મોટા કલાકારો પણ જીન્નત સાથે કરવા માંગતા હતા કામ.

આ કારણે જીનત અમાન પતિના અંતિમ સંસ્કારમાં નહોતી ગઈ, કારણ જાણી તમે ચોંકી જશો

મુંબઈઃ જીનત અમાન 70ના દાયકાની ગ્લેમરસ એક્ટ્રેસ છે. તેમને પોતાના કરિયરમાં ઘણી હીટ ફિલ્મોમાં કામ કર્યું છે. જીનત અમાને ઓનસ્ક્રીન બિકિની પહેરીને હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ધમાલ મચાવી હતી. જણાવી દઈએ કે, જિનતની લાઈફ કોઈ કહાનીથી કમ નથી. અભિનેત્રીની પર્સનલ લાઈફમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા છે. આજે અમે તમને એક્ટ્રેસની લાઈફ સાથે જોડાયેલા અમુક કિસ્સાઓ જણાવીશું. 

પતિના અંતિમ સંસ્કારમાં શામેલ નહોતી થઈ જીનતઃ
જીનતની પર્સનલ લાઈફમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા છે. જીનતના લગ્નના 1 વર્ષ પછી જ તેમના સંબંધો ઠીક ન હતા. જીનતના પહેલાં લગ્ન સંજય ખાનની સાથે તૂટ્યા હતા. જે બાદ તે ઘણી વિવાદોમાં રહી હતી. આ બાદ એક્ટ્રેસે મજહર ખાન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ વર્ષ 1998માં તેમના પતિ મજહર ખાનનું નિધન થઈ ગયું હતું. ત્યારે એક્ટ્રેસ પોતાના પતિની અંતિમ યાત્રામાં નહોતી ગઈ. 

ઈન્ટરવ્યૂમાં કર્યો ખુલાયોઃ
જીનતે એક શોમાં જણાવ્યું હતું કે, જ્યારે તેમના પતિનું નિધન થયું ત્યારે તેમના પતિના ઘરનાઓએ મજહરને જોવા નહોતા દીધા. તેના કારણે તે પતિના અંતિમ સમય પર ન જઈ શકી. એક્ટ્રેસે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મજહરના પરિવારના કારણે તે પતિને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા ન પહોંચી શકી. 

બાળક માટે મજહર સાથે કર્યા હતા લગ્નઃ
ઈન્ટરવ્યૂમાં જીનત અમાને ખુલાસો કર્યો હતો કે, તેને બીજા લગ્ન મા બનવા માટે કર્યા હતા. તે જલદી બેબી પ્લાન કરવા માગતી હતી. એટલે તેમને મજહર સાથે બીજા લગ્ન કરી લીધા હતા. પરંતુ મજહરના મોત પહેલાં જ જીનત અને મજહર અલગ થઈ ચૂક્યા હતા. 

 

મજહરને ડ્રગ્સની આદત હતીઃ
જીનતે કહ્યું કે, તેમના પતિને પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સની આદત પડી ગઈ હતી. જેના કારણે મજહરની તબિયત ખરાબ રહેતી હતી. જીનતે ઘણી કોશિશ કરી હતી પરંતુ છતાં મજહરની આ લત ન છૂટી. જે બાદ મજહરનું મૃત્યુ થયું હતું. જણાવી દઈએ કે, કિડનીની સમસ્યાના કારણે મજહરનું નિધન થઈ ગયું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news