ટ્વીટર પર પરત ફરી ઝાયરા વસીમ, ટ્રોલ થવા પર એકાઉન્ટ કર્યું હતું ડિલીટ


એકવાર ફરી ઝાયરા વસીમ ટ્વીટર પર આવી ગઈ છે. તેણે પોતાના એકાઉન્ટને ડીએક્ટિવેટ કરી લીધું હતું. ઝારયાએ હાલ દેશમાં જારી તીડ હુમલા પર એક ટ્વીટ કર્યું હતું. 

ટ્વીટર પર પરત ફરી ઝાયરા વસીમ, ટ્રોલ થવા પર એકાઉન્ટ કર્યું હતું ડિલીટ

નવી દિલ્હીઃ અભિનેત્રી ઝાયરા વસીમ ફિલ્મી દુનિયાથી તો દૂર છે પરંતુ તેના નિવેદન અને તેની વિચારધારા તેને ચર્ચામાં રાખે છે. અભિનેત્રીએ હાલમાં દેશમાં જારી તીડ એટેક પર ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટને કારણે તેને ખુબ ટ્રોલનો સામનો કરવો પડ્યો અને બાદમાં ઝાયરાએ પોતાનું ટ્વીટર એકાઉન્ટ ડિલીટ પણ કરી દીધું હતું. 

ટ્વીટર પર પરત ફરી ઝાયરા
પરંતુ હવે ફરીવાર ઝાયરા વસીમ ટ્વીટર પર આવી ગઈ છે. તેણે પોતાનું એકાઉન્ટ રીએક્ટિવેટ કરી લીધું છે. હવે એક યૂઝરે ઝાયરાને પૂછ્યું કે તે હવે ટ્વીટર પર પરત કેમ આવી છે. આ સવાલ પર ઝાયરાએ સીધો જવાબ આવ્યો કે તે એક માણસ છે. તે લખે છે- પરત એટલે આવી છું કે તે પણ એક માણસ છે. મારે પણ બ્રેક કે દૂર થવાની જરૂર પડે છે, જ્યારે કોઈ વસ્તુ અતિ થઈ જાય છે. 

— Zaira Wasim (@ZairaWasimmm) May 30, 2020

તીડ પર કર્યું ટ્વીટ
મહત્વનું છે કે, ઝાયરા વસીમે હકીકતમાં તીડ હુમલા માટે માણસોને જવાબદાર ગણાવ્યા હતા. તેણે એક ટ્વીટમાં કહ્યું હતું કે, તીડનો આ હુમલો માણસોના ખરાબ કર્મોનું પરિણામ છે. ઝાયરાનું ટ્વીટ લોકોને પસંદ ન આવ્યું અને તેને ખુબ ટ્રોલ કરવામાં આવી હતી. આમ તો તેના સમર્થકોએ અભિનેત્રીના બચાવનો ખુબ પ્રયાસ કર્યો પરંતુ ઝાયરાએ થોડા સમય સોશિયલ મીડિયાને અલવિદા કહેવાનું યોગ્ય સમજ્યું હતું. 

મહત્વનું છે કે ઝાયરા વસીમે 2019માં પોતાના ફિલ્મી કરિયરને છોડવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે તેના નિર્ણય પર ઘણા લોકોએ સવાલ કર્યો હતો, પરંતુ ઝાયરા પોતાના નિર્ણય પર ટકી રહી અને પોતાનો માર્ગ હંમેશા માટે બદલી દીધો છે.

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news