1 જૂનથી દેશભરમાં લાગૂ થશે 'વન નેશન, વન રેશનકાર્ડ', આ નિયમ બદલાશે


One nation one ration card: એક જૂન 2020થી દેશમાં વન નેશન વન રેશનકાર્ડ લાગૂ થઈ રહ્યું છે. આ લાગૂ થયા બાદ એક રેશન કાર્ડ પર દેશભરમાં ગમે ત્યાં સસ્તી કિંમત પર અનાજ ખરીદી શકાશે. ગરીબો માટે આ એક વરદાન સાબિત થશે. 

 1 જૂનથી દેશભરમાં લાગૂ થશે 'વન નેશન, વન રેશનકાર્ડ', આ નિયમ બદલાશે

નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે એક જૂનથી દેશમાં 'વન નેશન વન રેશન કાર્ડ' (One Nation One Ration Card)ને લાગૂ કરવામાં આવી રહ્યું છે. તેની શરૂઆત 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોથી થશે. આ યોજના હેઠળ દેશના ગરીબોને સસ્તા ભાવે રાશન મળશે. નાણામંત્રી નિર્મલા સીતારમન (Finance Minister Nirmala Sitharaman)એ આત્મનિર્ભર રાહત પેકેજ (Self-reliant relief package)ની જાહેરાત દરમિયાન તેનો ઉલ્લેખ કર્યો હતો. આ લાગૂ થયા બાદ રેશન કાર્ડનો ફાયદો દેશના ગમે તે ખુણામાં ઉઠાવી શકાશે. 

વર્તમાનમાં શું છે નિયમ?
રેશન કાર્ડનો વર્તમાન નિયમ છે કે તમારૂ રેશન કાર્ડ જે જિલ્લામાં બનેલું છે, તે જિલ્લામાં રાશન મળી શકે છે. જિલ્લો બદલવા પર તેનો ફાયદો મળતો નથી. કોરોના સંકટના સમયમાં ગરીબો સુધી રાહત પહોંચાડવા આ નિયમને કારણે મોટો પડકાર હતો. તેથી સરકારે કહ્યું કે, રેશન કાર્ડ ન હોવા પર પણ તેનો ફાયદો મળશે. 

સસ્તી કિંમતે મળે છે અનાજ
રાશન કાર્ડનો ફાયદો BPL (ગરીબી રેખાની નીચે) કાર્ડધારકોને મળે છે. આ હેઠળ તેને સસ્તી કિંમત પર અનાજ મળે છે. વન નેશન, વન રેશનકાર્ડ લાગૂ થયા બાદ ગરીબી રેખા નીચે આવનારા લોકો સસ્તી કિંમત પર દેશના કોઈપણ ખુણામાંથી રાશન ખરીદી શકે છે. 

PDS લાભાર્થીઓની ઓળખ કરવામાં આવશે
આ યોજના હેઠળ PDS લાભાર્થીઓની ઓળખ કરવામાં આવશે અને તેના આધાર કાર્ડ પર ઇલેક્ટ્રિક પોઈન્ટ ઓફ સેલ  (Pos)થી યોજનાનો લાભ આપી શકાશે. આ યોજનાને લાગૂ કરવા માટે સરકારે દેશની તમામ રાશન દુકાનો પર પીડીએસ મશીનો લગાવ્યા છે. આ યોજનાનાનો રાજ્યમાં વિસ્તાર કરવામાં આવશે. આ સ્કીમથી હાલ 67 કરોડ લોકોને ફાયદો મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news